રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે નર્મદા ડેમમાં નવા નીર નોંધાયા

ગાંધીનગર: રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યના અનેક ડેમમાં નવા નીર નોંધાયા છે. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે નર્મદા ડેમનાં રીવરબેડ પાવર હાઉસ બંધ કરાયા હતા. પાવર હાઉસ બંધ કરાતા ડેમમાં સતત પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 7.87 ઈંચનો વધારો થયો હતો. ડેમમાં પાણીની આવક બાદ 119.94 મીટર પર જળસપાટી પહોંચી હતી. સોમવાર સાંજ બાદ સતત ઉપરવાસથી પાણીની આવક યથાવત રહી છે.મંગળવારે રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ઉમરગામ, માળીયા હાટીનામાં 1.5-1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાળીયામાં પોણો ઈંચ, સુત્રાપાડામાં અડધો ઈંચ, વલસાડમાં અડધો ઈંચ, માંગરોળમાં અડધો ઈંચ, ગરબાડા, ખેરગામ, કેશોદ, મહુવા, તાલાળા, ડીસા, જેતપુર પાવી, બોડેલીમાં વરસાદ નોંધાયો હતો.