IPL 2023માં રિષભ પંતની વાપસી, કોચ રિકી પોન્ટિંગે કરી જાહેરાત

ભારતીય ક્રિકેટ ટીમનો વિસ્ફોટક વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત ગયા વર્ષે એક ભયાનક કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હાલમાં તેની મુંબઈમાં સારવાર ચાલી રહી છે. ચાહકો દ્વારા તેના સ્વાસ્થ્યની અપડેટ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટીમ ઈન્ડિયાનો આ દિગ્ગજ કેપ્ટન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરે છે. ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે તેને લઈને મોટી જાહેરાત કરી છે.


દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગ ઈચ્છે છે કે નિયમિત સુકાની રિષભ પંત આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દરમિયાન દર અઠવાડિયે ડગઆઉટમાં તેની બાજુમાં બેસે. પંતને ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કાર અકસ્માતમાં ઈજા થઈ હતી જેના કારણે તે આઈપીએલમાં રમી શકશે નહીં. ભારતના વિકેટકીપર અને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પંત હાલમાં મુંબઈમાં સારવાર હેઠળ છે.

પોન્ટિંગે ICC સમીક્ષામાં કહ્યું, “તમે આવા ખેલાડીની જગ્યા ભરી શકતા નથી. આવા ખેલાડીઓ સરળતાથી જન્મતા નથી. અમે તેના સ્થાને કોઈ વિકેટ કીપર બેટ્સમેનને લેવાનું વિચારી રહ્યા છીએ. જો તે ખરેખર શારિરીક રીતે રમવા માટે ફિટ ન હોય તો પણ અમે તેને ટીમ સાથે રાખવા ઈચ્છીએ છીએ. જો તે પ્રવાસ કરી શકે અને ટીમ સાથે રહી શકે, તો મને અઠવાડિયાના દરરોજ ડગઆઉટમાં તેની બાજુમાં બેસવાનું ગમશે. પોન્ટિંગે કહ્યું, “હું ચોક્કસપણે એ સુનિશ્ચિત કરવા માંગીશ કે માર્ચમાં જ્યારે અમે દિલ્હીમાં શિબિર શરૂ કરવા માટે મળીશું ત્યારે જો તે ટીમ સાથે રહી શકશે, તો હું ઈચ્છીશ કે તે અમારી સાથે પૂર્ણ-સમય રહે.

ભારત ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમવાનું છે. આ પછી જૂનમાં આ બંને ટીમો વચ્ચે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ રમાઈ શકે છે. પોન્ટિંગે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે ભારતને પંતની ખોટ પડશે.

તેણે કહ્યું, “મને લાગે છે કે તે વિશ્વના ટોચના છ કે સાત બેટ્સમેનોમાં સામેલ છે. તે એવું જ છે ને ? પંત હાલમાં ICC મેન્સ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં સાતમા ક્રમે છે. પોન્ટિંગે કહ્યું, “જ્યારે તેણે શરૂઆત કરી ત્યારે અમે બધાએ વિચાર્યું હતું કે તે ટેસ્ટ બેટ્સમેન કરતાં વધુ સારો T20 અને ODI બેટ્સમેન સાબિત થશે, પરંતુ હકીકતમાં આનાથી વિપરીત થયું. તેનો ટેસ્ટ ક્રિકેટ રેકોર્ડ શાનદાર છે. ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણી છે અને આપણે જાણીએ છીએ કે તેણે છેલ્લી વખત ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયામાં કેવું પ્રદર્શન કર્યું હતું. ક્રિકેટ જગત તેને આ સિરીઝમાં રમતા જોવા માંગતું હતું.