અમદાવાદ: રેન્ટોમોજો લિમિટેડ ઇક્વિટી શેર્સનો IPO 9 સપ્ટેમ્બરે ખૂલશે. કંપનીની ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 384થી રૂ. 404 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 37 ઇક્વિટી શેર્સ અને ત્યાર બાદ 37 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ 8 સપ્ટેમ્બર રહેશે. બિડ/ઓફર 9 સપ્ટેમ્બર ખૂલશે.
કંપનીની ઓફરમાં રૂ. 1500 મિલિયન (રૂ. 150 કરોડ) સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યુ અને 2,73,65,529 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 1 છે. કંપની ફ્રેશ ઇશ્યુથી મળનારી કુલ રકમનો નીચે મુજબ ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છેઃ
- કંપની દ્વારા મેળવવામાં આવેલા કેટલાક બાકી ઋણ અને તેના પરના વ્યાજની સંપૂર્ણ કે અંશતઃ પુનઃચુકવણી અથવા પૂર્વ ચુકવણી માટે
- કંપનીના વેરહાઉસીસ તથા એક્સપિરિયન્સ સ્ટોર્સ માટેની લીઝ રેન્ટલ/લાયસન્સ ફીની ચુકવણી માટે અને
- સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે
Rentomojo Limited
Date : 9-11 September
Size :
Fresh – 150 Crore
OFS – 2,73,65,529 SharesFV : 1
Retail : 35%
Employee Quota : 2 CrFY24
Revenue : 195.6 Crore
PAT : 22.4 CroreFY25
Revenue : 272 Crore
PAT : 43.1 CroreFY26
Revenue : 394.1 Crore
Adjusted PAT : 70.3 Crore… pic.twitter.com/ePLCIbVnfj— Tanmay 🇮🇳 (@Tanmay_31_) September 3, 2026
આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સને સ્ટોક એક્સચેન્જીસ પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. ઓફરના હેતુઓ માટે એનએસઈ ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ રહેશે.મોતીલાલ ઓસવાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી) આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
તમામ બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સને બાદ કરતાં) માટે Application Supported by Blocked Amount (“ASBA”) પ્રક્રિયા દ્વારા અરજી કરવી ફરજિયાત રહેશે. આ માટે તેમણે તેમના ASBA ખાતાની વિગતો તથા યુપીઆઈ મારફતે અરજી કરનારોએ પોતાના યુપીઆઈ આઈડીની વિગતો (અહીં જણાવ્યા મુજબ) આપવાની રહેશે. ત્યાર બાદ નેટ ઓફરમાં ભાગ લેવા માટે સંબંધિત બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરના એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં ભાગ લેવાની મંજૂરી નથી.




