એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઈન્ડિયા) લિમિટેડનો IPO 9 સપ્ટેમ્બરે ખૂલશે

અમદાવાદ: એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઈન્ડિયા) લિમિટેડ નવ સપ્ટેમ્બરે રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા કંપનીના ઇક્વિટી શેરનો IPO શરૂ કરવાની દરખાસ્ત ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડિંગની તારીખ બિડ/ઓફર શરૂ થવાની તારીખના કામકાજના એક દિવસ પહેલાં 8 સપ્ટેમ્બરે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 11 સપ્ટેમ્બરે છે.

ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર માટે રૂ. 132થી રૂ. 139 નક્કી કરવામાં આવી છે. બિડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઓછામાં ઓછા 107 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 107 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.


આ ઓફરમાં કેટલાક વર્તમાન શેરધારકો દ્વારા રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 5,27,31,946 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે. તેમાં એવન્યુ ઈન્ડિયા રિઝર્જન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 2,48,23,910 ઇક્વિટી શેર અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 1,09,63,062 ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લેથે ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (Investor) દ્વારા રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 1,62,44,858 ઇક્વિટી શેર અને ધ ફેડરલ બેન્ક લિમિટેડ (Shareholder) પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર અને ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર સાથે, Shareholders)દ્વારા રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 7,00,116 ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવશે.

ઇક્વિટી શેર બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ  પર લિસ્ટ કરવાની યોજના છે. આ ઇશ્યુ માટે એનએસઈ લિમિટેડને ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ તરીકે નિયુક્ત કરવામાં આવશે. આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી), આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ આ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.