ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી નાસભાગ કેસમાં ટ્રિબ્યુનલનો રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. આ નાસભાગમાં 11 લોકોનાં મોત થયાં, જેમાં 14 વર્ષની છોકરીનો પણ સમાવેશ થાય છે. આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે RCB એ પોલીસ પાસેથી કોઈ પૂર્વ પરવાનગી લીધી ન હતી. અચાનક તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી. પોલીસકર્મીઓ પણ માણસો છે, તેમની પાસે અલાદ્દીનનો દીવો નથી…
ટ્રિબ્યુનલે કહ્યું કે RCB એ પોલીસની પરવાનગી વિના સોશિયલ મીડિયા પર વિજય સરઘસ માટે આમંત્રણ પોસ્ટ કર્યું હતું, જેના કારણે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય નહોતો. આદેશમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે, RCB એ પોલીસ પાસેથી કોઈ પૂર્વ પરવાનગી લીધી ન હતી. અચાનક તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધું અને તેના કારણે ભીડ એકઠી થઈ ગઈ. પોલીસ પાસેથી માત્ર 12 કલાકમાં સંપૂર્ણ વ્યવસ્થા કરવાની અપેક્ષા રાખી શકાય નહીં.
ટ્રિબ્યુનલે એમ પણ કહ્યું કે, “પોલીસકર્મીઓ પણ માણસો છે, ન તો દેવતા કે ન તો જાદુગર. તેમની પાસે ‘અલાદ્દીનનો દીવો’ નથી જેનાથી તેઓ એક જ વારમાં બધી વ્યવસ્થા કરી શકે.” આ કેસમાં સસ્પેન્ડ કરાયેલા IPS અધિકારી વિકાસ કુમારને મોટી રાહત મળી છે. ટ્રિબ્યુનલે તેમનું સસ્પેન્શન રદ કર્યું અને કહ્યું કે તેમના સસ્પેન્શન સમયગાળાને સેવાનો ભાગ ગણવો જોઈએ. વિકાસ કુમાર તે સમયે બેંગલુરુના પશ્ચિમ ઝોનના એડિશનલ કમિશનર અને ચિન્નાસ્વામી સ્ટેડિયમના ઇન્ચાર્જ હતા.
