સુભાષ ચંદ્ર નેમ્બાંગને હરાવીને રામચંદ્ર પૌડેલ નેપાળના રાષ્ટ્રપતિ બન્યા

નેપાળના પ્રમુખ તરીકે નેપાળી કોંગ્રેસના રામચંદ્ર પૌડેલ ચૂંટાયા છે. નેપાળના ચૂંટણી કમિશનરે અહેવાલ આપ્યો કે પૌડેલે 33,802 ઈલેક્ટોરલ વોટ મેળવ્યા છે, જ્યારે તેમના હરીફ સુભાષ ચંદ્ર નેમ્બવાંગે 15,518 ઈલેક્ટોરલ વોટ મેળવ્યા છે. પૌડેલ વડા પ્રધાન પ્રચંડની આગેવાની હેઠળના આઠ-પક્ષીય ગઠબંધન દ્વારા સમર્થિત ઉમેદવાર હતા, જ્યારે નેમ્બાંગ CPN-UML સાથે સંકળાયેલા હતા.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પૌડેલને સમર્થન આપવાના રાજકીય વિવાદને પગલે પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્માની આગેવાની હેઠળની CPN-UMLએ વર્તમાન સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. CPN-UML નેપાળમાં બીજી સૌથી મોટી પાર્ટી છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]