રાજકોટમાં તંત્ર હવે જાગ્યું, 8 ગેમ ઝોન સામે ગુનો નોંધાયો

રાજકોટ: શહેરના ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે ભયાનક આગની દુર્ઘટનામાં 28થી વધુ લોકો જીવતા ભીંજાઈ ગયાની ઘટના બાદ તંત્રએ ઘોડા છૂટયા બાદ તબેલાને તાળા માર્યાની જેમ કાર્યવાહી શરૂ કરી છે. સરકારની સૂચના બાદ રાજકોટના ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કમાં સેફ્ટી સહિતના સાધનોની ચકાસણીમાં ખામી જોવા મળતા રાજકોટ પોલીસે 8 ગેમ ઝોનના માલિકો-કર્તાહર્તાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલામાંથી અત્યાર સુધીમાં 25 વ્યક્તિની ઓળખ પૂરી થતા તેમના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. દરમિયાન કોર્પોરેશન અને પોલીસે રાજકોટના અન્ય ગેમ ઝોનમાં તપાસ શરૂ કરી સુરક્ષા અને સલામતીની બાબતોની ચકાસણી કરી તેમાંથી જ્યાં ક્ષતિ જોવા મળી તેવા 8 ગેમ ઝોન સામે ગુનો નોંધી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. 28 લોકોના મોત બાદ હવે તંત્ર સફાળું જાગતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે ગેમ ઝોન સામે ગુનો નોંધાયો તેની પોલીસે જાહેર કરેલી યાદી આ પ્રમાણે છે.

અત્યાર સુધીમાં કુલ – 25 મૃતદેહ તેઓના સ્વજનોને સોંપવામાં આવેલ છે.

1) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, રહે. રાજકોટ
2)સ્મિત મનીષભાઈ વાળા, રહે. રાજકોટ
3)સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, રહે. રાજકોટ
4) જીગ્નેશ કાળુભાઇ ગઢવી, રહે. રાજકોટ
૫) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, રહે. ભાવનગર
૬) વિશ્વરાજસિંહ જશુભા જાડેજા, રહે. રાજકોટ
૭) આશાબેન ચંદુભાઈ કાથડ, રહે. રાજકોટ
૮) સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, રહે. જામનગર
૯) નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, રહે. જામનગર
૧૦) જયંત અનીલભાઈ ઘોરેચા, રહે. રાજકોટ
૧૧) હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર, રહે. રાજકોટ
૧૨) ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, રહે.રાજકોટ
૧૩) વિરેન્દ્રસિંહ નિર્મળ સિંહ જાડેજા, રહે. રાજકોટ
૧૪) દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા, રહે. સુરેન્દ્રનગર
૧૫) રાજભા પ્રદીપસિંહ ચૌહાણ , રહે. રાજકોટ
૧૬) શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા, રહે.ગોંડલ
૧૭) નીરવભાઈ રસિકભાઈ વેકરીયા, રહે. રાજકોટ
૧૮) વિવેક અશોકભાઈ દુસારા, રહે. વેરાવળ
૧૯) ખુશાલી અશોકભાઈ મોડાસિયા, રહે. વેરાવળ
૨૦) ખ્યાતીબેન રતિલાલભાઈ સાવલિયા, રહે. રાજકોટ
૨૧) હરિતાબેન રતિલલભાઈ સાવલિયા, રહે. રાજકોટ
૨૨) ટિશા અશોકભાઈ મોડાસિયા, રહે. રાજકોટ
૨૩) કલ્પેશ પ્રવીણભાઈ બગડા, રહે. રાજકોટ
૨૪) મિતેષભાઈ બાબુભાઈ જાદવ, રહે. રાજકોટ
૨૫) પ્રકાશ કનૈયાલાલ હિરણ, રહે. રાજકોટ

(દેવેન્દ્ર જાની – રાજકોટ)