અયોધ્યામાં રામમંદિર પછી PM મોદી દેશમાં બીજા મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી આપશે. જેમાં 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ અને 22મીએ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે. દ્રૌપદી મુર્મુ મોરબીના ટંકારામાં, મોદી વિસનગરના તરભમાં કાર્યક્રમોમાં સામેલ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તે પહેલા 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ મોરબીના ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200માં જન્મજંયતિ નિમિત્તે યોજનારા સ્મરણોત્સવમાં ઉપસ્થિતિ રહેશે. જ્યારે વડાપ્રધાન મોદી 22મી ફેબ્રુઆરીએ મહેસાણાના વિસનગર પાસે આવેલા તરભના વાળીનાથ ધામમાં મહાશિવલિંગ, સુર્વણ શિખર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. વિસનગરના તરભ વાળીનાથ અખાડા ખાતે 16મી ફેબ્રુઆરીથી 22મી ફેબ્રુઆરી એમ એક સપ્તાહ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન વાળીનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા કરાયું છે. જ્યાં છેલ્લા દિવસે વડાપ્રધાન મોદીના હસ્તે મહાશીવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
સંભવતઃ અયોધ્યામાં શ્રી રામમંદિર પછી દેશમાં આ બીજા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાનના હસ્તે થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, UPના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક વિધ રાજકીય અને ધાર્મિક આગેવાનો, સંતો- મહંતો, શ્રાદ્ધાળુ ઉપસ્થિત રહશે. 12મીએ મોરબીના ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200માં જન્મોત્સવમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.