અમદાવાદ: પ્રાસોલ કેમિકલ્સ લિમિટેડના રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો IPO 8 સપ્ટેમ્બરે ખૂલશે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડિંગની તારીખ બિડ/ઓફર શરૂ થવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ 7 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ 10 સપ્ટેમ્બરે છે.
ઓફર માટેની પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 643થી રૂ. 676 નક્કી કરવામાં આવી છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 2 છે. બિડ ઓછામાં ઓછા 22 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 22 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. આ ઓફરમાં રૂ. 800 મિલિયન સુધીનો ફ્રેશ ઇશ્યુ અને રૂ. 4200 મિલિયન સુધીની ઓફર ફોર સેલ (OFS) સામેલ છે. આમ, ઓફરનું કુલ કદ રૂ. 5000 મિલિયન છે. કંપની ઓફરમાંથી મળનારી ચોખ્ખી રકમનો ઉપયોગ ચોક્કસ લોન અને અન્ય ઉધારની ચુકવણી તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે.
New Mainboard IPO
Prasol Chemicals Limited
Date : 8-10 September
Size : 500 Crore
Fresh – 80 Crore
OFS – 420 CroreFV : 2
Retail : 35%FY24
Revenue : 887.6 Crore
PAT : 18.1 CroreFY25
Revenue : 1,015.5 Crore
PAT : 43.6 CroreFY26
Revenue : 1,237.8 Crore
PAT : 83.1… pic.twitter.com/QQQ1khImgC— Tanmay 🇮🇳 (@Tanmay_31_) September 2, 2026
કંપનીની સ્થાપના 1992માં થઈ હતી અને તેને સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉદ્યોગમાં 33 વર્ષથી વધુનો અનુભવ છે. કંપની એસિટોન અને ફોસ્ફરસ આધારિત સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉપરાંત જટિલ અને વિશિષ્ટ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા અન્ય સ્પેશિયાલિટી કેમિકલ્સનું ફોરવર્ડ ઇન્ટિગ્રેટેડ ઉત્પાદન કરતી કંપની છે. 15 જુલાઈ, 2026 સુધીની સ્થિતિ મુજબ કંપની સ્પેશિયાલિટી કેમિકલ્સ ક્ષેત્રે અત્યંત વૈવિધ્યસભર કંપની છે, જે 150થી વધુ સ્પેશિયાલિટી કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. તેના 1600થી વધુ ગ્રાહકો છે અને તે 69 દેશોમાં પોતાની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. કંપનીની પ્રોડક્ટ્સનો વિવિધ ઉદ્યોગોમાં વ્યાપક ઉપયોગ થાય છે. તેનાં પાંચ મુખ્ય ક્ષેત્રોમાં (એ) પરફોર્મન્સ કેમિકલ્સ, જેમાં લ્યુબ્રિકન્ટ એડિટિવ્સ અને માઇનિંગ કેમિકલ્સનો સમાવેશ થાય છે, (બી) PICA એટલે કે પેઇન્ટ્સ, ઇન્ક્સ, કન્સ્ટ્રક્શન અને એડહેસિવ્સ (સી) ફાર્માસ્યુટિકલ્સ, (ડી) એગ્રોકેમિકલ્સ અને (ઈ) હોમ તથા પર્સનલ કેરનો સમાવેશ થાય છે.
બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સાની ફાળવણી તમામ ક્યુઆઈબી બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય), જેમાં મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે, તેમને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. ડીએએમ કેપિટલ આ ઓફરના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે અને કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ આ ઓફરના રજિસ્ટ્રાર છે. ઇક્વિટી શેર્સને બીએસઈ અને એનએસઈના મેઇન બોર્ડ પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.




