બહુચરાજી: નવરાત્રિ પૂર્વે પ્રક્ષાલન વિધિ

બહુચરાજી : મહેસાણા જિલ્લાના ચુંવાળ પંથકનું પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર નવીનીકરણ થઈ રહ્યું છે. આ યાત્રાધામના નવીનીકરણની કામગીરી સાથે મંદિરના પ્રાંગણમાં અને તીર્થમાં તમામ વિધિ અને ઉત્સવોની ઉજવણી કરવામાં આવી રહી છે.આસોના નોરતાં શરુ થાય એ પહેલાં મંદિરના પ્રાંગણમાં બહુચરાજી મંદિર પાલખી સહિત તમામ સામગ્રીની પ્રક્ષાલન વિધિ કરવામાં આવી હતી.બહુચરાજી મંદિરના પૂજારી તેજસ રાવલ ચિત્રલેખા.કોમને કહે છે, “દર વર્ષે આસોના નવરાત્રિ શરૂ થાય એ પહેલાં અમાસના દિવસે માતાજીની તમામ સામગ્રીની શાસ્ત્રોક્ત રીતે પૂજા અર્ચના સાથે પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે.”પ્રક્ષાલન વિધિ કર્યા કર્યા પછી જ નવરાત્રિના પહેલાં નોરતાંની સવારે ઘટ સ્થાપના કરવામાં આવે છે. બારેમાસ ભક્તોથી ભરપૂર રહેતું બહુચરાજી મંદિરમાં આસો નવરાત્રિમાં હજારો દર્શનાર્થીઓ ઉમટી પડે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)