અમદાવાદ: એપ્રિલ મહિનાની આખરમાં અને વૈશાખ આગમનની વચ્ચે ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. આ સમયે જ 26 એપ્રિલને રવિવારે અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી માટેનું મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે.
એક તરફ મહાનગર પાલિકાની ચુૂંટણી જાહેર થઇ ત્યારથી જ મોટાભાગના વિસ્તારોમાં નિરસતા જોવા મળી રહી છે. રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ અને મતદારોમાં પણ ક્યાંક નારાજગી અને રસનો અભાવ જોવા મળી રહ્યો છે. એમાંય ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. એવા સમયે મતદાન ઓછું ન થાય એ માટે રાજકીય પક્ષો તેમજ તંત્ર સક્રિય થઇ ગયા છે.
મતદાન થાય એ પહેલાં તમામ મતદાન મથકો પર મતદારોને ગરમીમાં ઉભાના રહેવું પડે એ માટે મંડપ બાંધવામાં આવ્યા છે. આ સાથે ગરમીમાં તરસ છીપાવવા ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોને ગરમી સામે રક્ષણ મળે એવા તમામ પ્રયાસો મતદાન મથકની અંદર અને બહાર કરવામાં આવી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)




