વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર લોકોને દિવાળીના અવસર પર વોકલ ફૉર લોકલને પ્રોત્સાહન આપવા વિનંતી કરી છે. પીએમ મોદીએ લોકોને સ્થાનિક રીતે ઉત્પાદિત ઉત્પાદનો ખરીદવા અને તે ઉત્પાદન અથવા તેના ઉત્પાદક સાથે ‘નમો એપ’ પર સેલ્ફી શેર કરવા માટે આહવાન કર્યું છે. વડાપ્રધાનની આ પહેલ સ્થાનિક સામાનના વેચાણને પ્રોત્સાહન આપવા અને આજીવિકાની કટોકટીનો સામનો કરી રહેલા સ્થાનિક ઉદ્યોગસાહસિકો, કારીગરો અને કારીગરોને મજબૂત બનાવવાની છે. કેન્દ્ર સરકારમાં સત્તા સંભાળ્યા પછી, આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લેનારા વડાપ્રધાન મોદી ‘વોકલ ફોર લોકલ‘ના મંત્રની મદદથી લોકોને આ અભિયાન સાથે જોડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.
The #VocalForLocal movement is getting great momentum across the country. pic.twitter.com/9lcoGbAvoi
— Narendra Modi (@narendramodi) November 6, 2023
કેન્દ્ર સરકાર દ્વારા વોકલ ફોર લોકલ અભિયાન ભાગરૂપે “પ્રોડક્ટ અથવા આર્ટિસન સાથે સેલ્ફી”ની પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં લોકોએ દિવાળી માટે સ્થાનિક અથવા સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીને આવી વસ્તુઓ સાથે સેલ્ફી લઈને નમો એપમાં મોકલવાની રહેશે. જેથી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળશે. આ તમામ સેલ્ફીઓમાંથી કોઈ એક સેલ્ફી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવશે.
Embrace the spirit of local craftsmanship!
Participate in the ‘Selfie with Product or Artisan’ challenge on #MyGov and shine a spotlight on the incredible talents of our artisans.#Diwali #VocalForLocal pic.twitter.com/MjlvDVo0ym
— Gujarat Information (@InfoGujarat) November 7, 2023
દેશના વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલા વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહન આપવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકોને વોકલ ફોર લોકલવાળી દિવાળી ઉજવવા અપીલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત રાયગઢના સુહિત જીવન ટ્રસ્ટ સ્કૂલના દિવ્યાંગ મિત્રોને મળ્યા હતા અને તેમણે સુંદર હાથથી બનાવેલી લાઈટો-જ્યુટના સુંદર ઉત્પાદનો ભેટમાં આપ્યા હતા. સરકાર વિવિધ યોજનાઓ દ્વારા નાના અને સ્થાનિક કારીગરો અને ઉદ્યોગપતિઓને માત્ર આર્થિક અને ટેકનિકલ સહાય જ નથી આપી રહી, પરંતુ સ્થાનિક કારીગરો અને ઉત્પાદનો પ્રત્યે સામાન્ય લોકોની લાગણીને એક અભિયાનનું સ્વરૂપ આપવા માંગે છે.
Shoutout to this Unique initiative & let’s be #VocalForLocal max !
It was extremely inspiring to meet divyang friends from Suhit Jeevan Trust School for Divyang from Pen, Raigad.
They gifted and showed me their beautiful handmade lights and lovely jute products.
These students… pic.twitter.com/JbsMq7w9Ii— Devendra Fadnavis (@Dev_Fadnavis) November 8, 2023
દેશભરમાં વોકલ ફોર લોકલ અભિયાનને જોરદાર વેગ મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ નાના મોટા સૌ કોઈ લોકો દિવાળીના તહેવાર દરમિયાન સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી નાના વેપારીઓની દિવાળી સુધરે તે હેતુથી તેમના પાસેથી ખરીદી કરી રહ્યા છે. જામનગર શહેરમાં એક મહિલા વેપારી પાસેથી ઝાંખી નામની બાળકીએ દિવડાની ખરીદી કરતા બે ઘરોમાં ખુશીઓની દિવાળી ઉજવાશે. તેણીએ દીવડાની ખરીદી કરી લોકોને પણ અપીલ કરી હતી કે, “મેં એક બહેન પાસેથી દીવડાની ખરીદી કરી છે. તો આપ સૌ પણ દિવાળીના તહેવાર દરમિયાન નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો.” દરેક તહેવારની જેમ દિવાળીના તહેવારમાં પણ વોકલ ફૉર લોકલનો ભાગ બની પોતાના ઘરને સજાવો, જેમાં દેશવાસીઓની મહેનતના પરસેવાની સુવાસ હોય.
Let’s spread colours and shine in their life.#VocalForLocal #Diwali pic.twitter.com/KMg7nwr7C5
— Harsh Sanghavi (@sanghaviharsh) November 9, 2023
પ્રકાશ પર્વ એવો દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે અને તહેવાર માટેની ખરીદીનો ધમધમાટ ચાલુ છે, ત્યારે આ વખતે એક દ્રઢ નિશ્ચય કરીએ કે, કોઈપણ વસ્તુની ખરીદી વિદેશી સાઇટ્સ કે શોરૂમમાંથી કરવા કરતાં સ્થાનિક બજારોમાંથી જ કરીશું. દિવાળીને પ્રકાશનો પર્વ છે ત્યારે દિવાળીમાં દીપકનું સવિશેષ મહત્ત્વ રહેલું છે. ગૃહ ઉદ્યોગ અને નાના વેપારીઓ પાસેથી લીધેલો આ એક દીવડો બે ઘરમાં અજવાળું પાથરે છે. આપણે દીવડો લઈ અને ઘરે પ્રજ્વલિત કરીએ ત્યારે ઘરે તો એ અજવાળું કરે જ છે પરંતુ સાથે સાથે જે ગૃહ ઉદ્યોગ પાસેથી કે વેપારી પાસેથી દીવડાની ખરીદી કરી છે તેમના ઘરે અને તેમની સાથે જોડાયેલા નાના એવા કારીગરોના ઘરે પણ પ્રકાશનું કિરણ પથરાય છે.