PM મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ગૃહ રાજ્ય ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે. રવિવારે તેમણે ગીર સોમનાથ જિલ્લામાં સ્થિત સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. પીએમ મોદીએ પ્રભાસ પાટણ ખાતે સ્થિત 12 જ્યોતિર્લિંગોમાંના એક, પ્રથમ શિવ મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી. દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રી મોદીએ જામનગર જિલ્લામાં આવેલા પ્રાણી બચાવ, સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર, વંતારાની મુલાકાત લીધી હતી.

મંદિરની મુલાકાત લીધા પછી, મોદી ગીર વન્યજીવન અભયારણ્યના મુખ્ય મથક સાસણ જવા રવાના થયા, જે પડોશી જૂનાગઢ જિલ્લામાં સ્થિત એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસસ્થાન છે. પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં મહાદેવનો જલાભિષેક પણ કર્યો. આ સમય દરમિયાન, મંદિરના પૂજારીઓ મંત્રોચ્ચાર કરતા જોવા મળ્યા.અધિકારીઓએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન સોમવારે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે સાસનમાં ‘સિંહ સફારી’ની મુલાકાત લેશે.

પીએમ મોદી 12 જ્યોતિર્લિંગોમાંથી પહેલા શિવ મંદિરમાં દર્શન અને પ્રાર્થના કરતા હોય તેવા ફોટા સામે આવ્યા છે. પૂજારી મંત્રોનો જાપ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL) ની બેઠકની અધ્યક્ષતા કરશે.