અમેરિકાની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્લેર હાઉસ ખાતે અગ્રણી ઉદ્યોગપતિ એલોન મસ્કને મળ્યા હતા.આ મુલાકાત દરમિયાન મસ્કના ત્રણ બાળકો X, Strijder અને Azure પણ હાજર હતા.મોદીના હાથમાં ભેટ જોતાં જ બાળકો ખુશ થઈ ગયા અને PM મોદીની નજીક આવીને ભેટો છીનવી લેવા લાગ્યા. તેનો ફોટો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે PM મોદીએ એલોન મસ્કના બાળકોને જે ભેટ આપી હતી તેમાં કેટલાંક પુસ્તકો પણ હતા.
તેમણે મસ્કના બાળકોને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલ “ધ ક્રેસન્ટ મૂન”, “ધ ગ્રેટ આરકે નારાયણ કલેક્શન” અને પંડિત વિષ્ણુ શર્મા દ્વારા લખાયેલ “પંચતંત્ર” પુસ્તકો ભેટમાં આપ્યા.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)