પાકિસ્તાની ટીમે ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023માં જોરદાર વાપસી કરી છે. બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાનની ટીમે સતત 4 મેચ હાર્યા બાદ પોતાની પ્રથમ જીત નોંધાવી છે. તેણે મંગળવારે (31 ઓક્ટોબર) રમાયેલી મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાનને 205 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જેના જવાબમાં બાબર બ્રિગેડે માત્ર 32.3 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. આ જીત સાથે પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા અકબંધ છે. જ્યારે બાંગ્લાદેશ સંપૂર્ણપણે આઉટ થઈ ગયું છે.
Join the Official ICC Fan Zone on Discord for #CWC23! 🏏
Connect and share your thoughts on #PAKvBAN with cricket fans worldwide.
Don’t miss out on special ICC Merchandise giveaways – https://t.co/v2tya6X523 pic.twitter.com/B4bN11Lneg
— ICC (@ICC) October 31, 2023
કેપ્ટન બાબર ફરી એકવાર ફ્લોપ રહ્યો
પાકિસ્તાન તરફથી ઓપનર ફખર ઝમાને 74 બોલમાં સૌથી વધુ 81 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. જ્યારે અબ્દુલ્લા શફીકે 69 બોલમાં 68 રન બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 128 રનની ભાગીદારી કરી હતી. બાંગ્લાદેશ તરફથી ઓફ સ્પિનર મેહદી હસન મિરાજે ત્રણેય વિકેટ લીધી હતી. આ મેચમાં બાબર આઝમ ફરી એકવાર ફ્લોપ સાબિત થયો હતો.તેણે 16 બોલ રમ્યા અને માત્ર 9 રન બનાવ્યા હતા. તેની પાસે ફોર્મમાં પરત ફરવાની સારી તક હતી અને તે કેટલાક સારા શોટ રમી શક્યો હતો. બીજી તરફ બાંગ્લાદેશ ટીમના બોલરો પણ પાકિસ્તાન પર દબાણ બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. માત્ર મેહદી હસન જ 3 વિકેટ લઈ શક્યો હતો, પરંતુ તે પણ મેચ જીતી શક્યો નહોતો.
Shaheen Afridi soars high yet again with another feat to his name 🦅#CWC23 | #PAKvBAN pic.twitter.com/DVkcUQ7eVQ
— ICC (@ICC) October 31, 2023
પાકિસ્તાનને 205 રનનો ટાર્ગેટ હતો
આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ટીમ માત્ર 204 રન બનાવીને પડી ભાંગી હતી. ટીમ માટે મહમુદુલ્લાહે સૌથી વધુ 56 રન બનાવ્યા હતા. તેમના સિવાય લિટન દાસે 45 રન અને કેપ્ટન શાકિબે 43 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદી અને મોહમ્મદ વસીમે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે હરિસ રઉફને 2 સફળતા મળી હતી. મહત્વનું છે કે આ મેચ માટે પાકિસ્તાની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઈમામ ઉલ હક, શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝને પડતો મૂકવામાં આવ્યો હતો. તેમના સ્થાને ફખર ઝમાન, સલમાન અલી આગા અને ઉસામા મીરને પરત લાવવામાં આવ્યા હતા.