રોહતક: હરિયાણા પોલીસે કોંગ્રેસી કાર્યકર્તા હિમાની નરવાલના હત્યાકાંડ મામલે એક આરોપી સચિનની ધરપકડ કરી છે. આરોપી બહાદુરગઢનો રહેવાસી છે. રોહતકમાં એક બિનવારસી સુટકેસમાં કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલનો મૃતદેહ મળતાં રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. હરિયાણા પોલીસે હત્યા મામલે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી.
નરવાલના પરિવારજનો તેના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાથી રવિવારે ઇનકાર કરતાં કહ્યું હતું કે જ્યાં સુધી હત્યારાની ધરપકડ નહીં થાય, ત્યાં સુધી મૃતદેહનો અંતિમ સંસ્કાર નહીં કરે. 20 વર્ષીય નરવાલ રોહતકના વિજયનગરમાં રહેતી હતી. તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ ભાગ લીધો હતો.
પ્રારંભિક તપાસમાં હત્યારાએ કબૂલ કર્યું હતું કે હિમાનીની હત્યા તેના ઘરે કરી હતી. આરોપી હિમાનીની સાથે ઘણા સમયથી રિલેશનશિપમાં હતી. આરોપી દાવો કર્યો હતો કે હિમાની તેને બ્લેકમેલ કરી હતી. હિમાનીની માતા સવિતાએ ચૂંટણી અને પક્ષે તેમની પુત્રીનો જીવ લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. હિમાની નરવાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોવા મળી હતી.
આ પહેલાં રોહતકમાં સાંપલા બસ સ્ટેન્ડ પર એક બિનવારસી સુટકેસ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સુટકેસ ખોલી તો તેમાંથી એક યુવતીની લાશ મળી આવી હતી. આ યુવતી કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલ હોવાનું જણાયું હતું. પોલીસે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ હિમાનીનું ગળું દબાવી હત્યા કરી તેને સુટકેસમાં બસ સ્ટેન્ડ નજીક છોડી દેવામાં હોવાનું જણાય છે. જોકે મોતનું વાસ્તવિક કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે તેમ પોલીસે જણાવ્યું હતું.
હત્યા કરાઈ હતી જ્યારે પિતાએ આઠ વર્ષ પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર પછી માતા સવિતા અન્ય પુત્ર સાથે દિલ્હી શીફ્ટ થઈ હતી.
