ભારત સાથે કોઈ વેપાર વાટાઘાટ નહીં થાયઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ટેરિફ વિવાદ ઉકેલાઈ જાય ત્યાં સુધી ભારત સાથે કોઈ વેપારની ચર્ચા નહીં થાય. તેમણે આ નિવેદન ભારતીય આયાત પર ટેરિફ બમણો કરવાના પોતાના પ્રશાસનના નિર્ણય પછી આપ્યું છે. ઓવલ ઑફિસમાં તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને આશા છે કે નવા 50 ટકા ટેરિફને પગલે વાતચીત ફરી શરૂ થશે? તો ટ્રમ્પે જવાબ આપ્યો, ના, જ્યારે સુધી અમે આનું નિરાકરણ નહીં કરી લઈએ, ત્યાં સુધી નહીં.

વ્હાઇટ હાઉસે એક કાર્યકારી આદેશ જાહેર કર્યો, જેમાં ભારતીય માલસામાન પર 25 ટકા વધારાનો ટેરિફ લાગુ કરાયો છે, જેને કારણે કુલ ટેરિફ 50 ટકા થયો છે. પ્રશાસને રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સંબંધિત ચિંતાઓનો ઉલ્લેખ કર્યો છે, ખાસ કરીને ભારત દ્વારા રશિયન તેલના સતત આયાત તરફ ઈશારો કર્યો છે.

આ દેશમાં દાવો કરવામાં આવ્યો છે કે આ આયાતો ભલે સીધી હોય કે દલાલોના માધ્યમથી, અમેરિકાને એક “અસામાન્ય અને અસાધારણ ખતરો” રજૂ કરે છે અને આર્થિક તાત્કાલિક પગલાં લેવાં યોગ્ય છે.

અમેરિકી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, શરૂઆતના 25 ટકા ટેરિફ સાત ઓગસ્ટથી લાગુ થયો છે. આ વધારાનો શૂલ્ક 21 દિવસમાં લાગુ થશે અને અમેરિકી પોર્ટમાં પ્રવેશતા તમામ ભારતીય માલસામાન પર લાગુ થશે.  જોકે પહેલેથી જ ટ્રાંઝિટમાં હોય તેવા માલ અને કેટલીક મુક્ત કેટેગરીઓને છૂટ આપવામાં આવી છે.

સામે પક્ષે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત ખેડૂત, માછીમાર અને ડેરી ખેડૂતનાં હિતોથી કદી સંમતિ નહીં આપે. મને ખબર છે કે તેના માટે અમારે ભારે કિંમત ચૂકવવી પડશે અને હું તે માટે તૈયાર છું.