અમદાવાદ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગ રૂપે હજુ પણ ઘણાં સ્થળોએ નારી રક્ષણના અને અગ્રણી ગૌરવવંતી નારીઓને બિરદાવવાના અસંખ્ય કાર્યક્રમો સતત થઈ રહ્યા છે. જાહેર સ્થળોએ પણ મહિલા જાગૃતિ અને સુરક્ષા માટે પોલીસ દ્વારા ‘નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ ‘ હેઠળ સૂચનાઓ સાધનો અને સગવડો પુરી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કંટ્રોલમાં મેસેજ પહોંચાડતા કેમેરા અને કોમ્યુનિકેશનના આધુનિક સાધનોની સાથે અમદાવાદ પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ પર “નો પાર્કિંગ”ના બેનર્સ લગાડવામાં આવ્યા છે…એ. એમ. ટી. એસ.ના જુદા જુદા બસ સ્ટેન્ડ પર પડદા જેવા વીનાઈલના બેનર્સમાં લખ્યું છે..’અહીંયા નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત કેમેરા તથા ECB બોક્સ લાગેલ હોવાથી આ બસ સટેશનની આગળ કે આજુબાજુના 50 ફૂટ સુધી કોઈ પણ પ્રકારનું વાહન પાર્ક કરવું નહીં. જો વાહન પાર્ક કરેલું હશે તો આપના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..’
જે પોલીસ સ્ટેશનની હદમાં બસ સ્ટેન્ડ પર આ બેનર્સ લગાડ્યા છે…
સૌથી મહત્ત્વની વાત એ છે કે અતી ગંભીર, કાયમ લગાડવાની સૂચના સાવ સાધારણ દોરી સાથે બેનર્સ પર ટીંગાડી દીધી.. જ્યાં હાલ આ બેનર્સનો કોઈ પત્તો જ નથી..સૂચના હટી ગઈ એની જગ્યાએ આજુબાજુ જ લારી, ગલ્લા ખૂમચાનો અડીંગો શરૂ થઈ ગયો.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
