ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ હાલમાં જ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે તેણે નવી ઇનિંગ શરૂ કરી છે. તેઓ હવે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બની ગયા છે. જામનગરના ધારાસભ્ય અને રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે.
🪷 #SadasyataAbhiyaan2024 pic.twitter.com/he0QhsimNK
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) September 2, 2024
ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું જેના સભ્ય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પણ બન્યા છે. જાડેજાનું ભાજપમાં જોડાવું આશ્ચર્યજનક નથી કારણ કે તેઓ ઘણી વખત તેમની પત્ની સાથે ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ ચૂક્યા છે. તેઓ ચૂંટણી દરમિયાન ભાજપના પ્રચારમાં સક્રિય રીતે સામેલ હતા અને ઘણા રોડ શોમાં ભાગ લીધો હતો. રિવાબા જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય છે. હવે રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાતા તેમની રાજકીય ભાગીદારી વધુ મજબૂત બની છે.