વિશ્વ શાંતિ માટે સમૂહમાં ગૂંજ્યો નવકાર મંત્ર

અમદાવાદ: વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે શહેરમાં 27 મિનિટમાં 1.08 કરોડ નવકાર મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ, યુવાનો, મહિલાઓ, વડીલો તેમજ બાળકો જોડાયા હતા. આ જાપ માત્ર એક સ્થળ સુધી જ મર્યાદિત રહ્યો ન હતો. તે જિનાલયોમાં, ઘરોમાં, સમાજના સામૂહિક કેન્દ્રોમાં તેમજ વિવિધ સંગઠનો દ્વારા એકસાથે કરવામાં આવ્યો હતો. જેનો હેતુ ધાર્મિક અનુષ્ઠાન પૂરતો ન હતો. પરંતુ વિશ્વશાંતિ, માનવકલ્યાણ, અહિંસા, સહઅસ્તિત્વ અને આંતરિક શાંતિનો વૈશ્વિક સંદેશ ફેલાવવાનો હતો.

જીતો દ્વારા દેશ-વિદેશમાં કુલ 100 શહેરોમાં, 25,000 સ્થળ પર, 2.5 કરોડ લોકોને આ કાર્યક્રમમાં જોડવામાં આવ્યા હતા. દિલ્હીથી ગૃહમંત્રી અમિત શાહ પણ તેમાં જોડાયા હતા. દેશમાં અંદાજે એક જ સમયે 25 કરોડ નવકારનો જાય થયો.

શહેરમાં જીતો પરિવાર માટે GMDC ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય કૌશિક જૈન, જૈન શાસનરત્ન શ્રીપાલભાઈ, દેવલ શેઠ, શ્રીપકભાઈ શેઠ, દીપકભાઈ બારડોલીવાળા, ભદ્રેશભાઈ શાહ, પીયૂષ જૈન, જીતો સ્ટિયરિંગ કમિટીના સભ્યો તેમજ અનેક જૈન શ્રેષ્ઠીઓ જોડાયા હતા.