અમદાવાદ: નવજીવન કલ્ચરલ એકટિવિટી ગૃપનાં કલાના વર્ગો સાથે જોડાયેલા ત્રણ દિવ્યાંગ બાળકોનાં ચિત્રોનું પ્રદર્શન અમદાવાદની ગુફા આર્ટ ગલેરીમાં યોજાશે. 27મી અને 28મી એપ્રિલના રોજ સાંજે ચારથી પાંચ વાગ્યા દરમિયાન ત્રણ દિવ્યાંગ બાળકોની કલાનું પ્રદર્શન છે.
અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં યોજાનારા વિવિધ વિષયો પર ચિરાગ શાહ( નવજીવન) , વ્યોમ સોની( અંધજન મંડળ ) અને દ્રષ્ટિ શાહ( નવજીવન) નામના કલાકારોએ ભાગ લીધો છે. આ ચિત્રોના પ્રદર્શનને જાણીતા આર્ટિસ્ટ, ડિઝાઈનર, વિઝ્યુલાઈઝર કુલીન પટેલ તેમજ આર્ટિસ્ટ ભારતી પ્રજાપતિના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે.
દિવ્યાંગ બાળકોના આ ચિત્ર કોઈ ચોક્કસ થીમ નથી. પરંતુ એક કલાકારે સાંપ્રત ચૂંટણીમાં મતદાન જાગૃતિનો સંદેશ પોતાની પીંછીથી આપવાનો પ્રયાસ કર્યો છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)
