નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે તંબાકુના સેવનથી વર્ષેદહાડે આશરે 80 લાખ લોકોનાં મોત થાય છે, જેમાં ભારતમાં એકલા 13 લાખ લોકો એનો શિકાર થાય છે. દેશમાં પુરુષો ને મહિલાઓમાં થતા કેન્સરનો ક્રમશઃ અડધાથી વધુ એક ચતુર્થાંશ કેન્સર તંબાકુ અને એને લગતા પદાર્થોના સેવનથી થાય છે, એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો ડેટા કહે છે.
ભારતમાં આશરે 26.7 કરોડ યુવા-જેમની વય 15 વર્ષથી વધુ છે અને દેશની વસતિની યુવા જનસંખ્યા 29 ટકા છે – તંબાકુ ઉત્પાદનોનું સેવન કરે છે. તંબાકુ અને એના સંબંધિત ઉત્પાદનોના અંધાધૂધ ઉપયોગે ભારતને વિશ્વમાં ચીન (30 કરોડ) પછી બીજા સૌથી મોટા તંબાકુ ઉપભોક્તા દેશની શ્રેણીમાં આવે છે. અત્યાર સુધી સંશોધનો મુજબ તંબાકુમાં બેન્ઝિન, નિકોટિન, હાઇડ્રોડજન સાઇનાઇડ, એલ્ડિહાઇડ સીસું, આર્સેનિક ટાર અને કાર્બન મોનોઓક્સાઇડ વગેરે જેવા 70 ખતરનાક તત્ત્વ સામેલ હોય છે, જેનાથી આપણા આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડે છે.
ભારતના રાષ્ટ્રીય કેન્સર રજિસ્ટ્રેશનના આંકડા અનુસાર 2012-16ની વચ્ચે કેન્સરના કુલ કેસોમાં 27 ટકા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તંબાકુથી સંબંધિત છે. તંબાકુથી કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓ અને હાર્ટ અટેકની આશંકા વધી જાય છે. એ આપણી કલ્પના શક્તિ, માનસિક ચેતના અને સ્થિરતાને અસર કરે છે, જેનાથી સુસ્તીને પણ પ્રભાવિત કરે છે, જેનાથી સુસ્તી અને લકવા જેવી બીમારી પણ થઈ શકે છે.દેશમાં એકલા રાજસ્થાનમાં વર્ષેદહાડે રૂ. 22,000 કરોડની તંબાકુ ખાવામાં આવે છે.