વિશ્વ-આરોગ્ય-દિવસઃ કેન્દ્રીયપ્રધાનોએ લાલ કિલ્લા ખાતે યોગા કર્યા

નવી દિલ્હીઃ આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કેન્દ્રના આયુષ મંત્રાલયે અત્રેના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે યોગ ઉત્સવનું આયોજન કર્યું હતું. તેમાં ભાગ લઈને લોકસભાના સ્પીકર ઓમ બિરલા તથા કેન્દ્રીય પ્રધાનો – સર્બાનંદ સોનાવાલ, મીનાક્ષી લેખી, જી. કિશન રેડ્ડી તથા અન્યોએ યોગા કર્યા હતા.

ઓમ બિરલાએ કહ્યું કે સ્વસ્થ રાષ્ટ્રના ઘડતરનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે દેશના દરેક વ્યક્તિએ યોગને પોતપોતાનાં જીવનનો એક આંતરિક હિસ્સો બનાવવો જોઈએ. યોગ દરેકને માટે લાભદાયક છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ બીજા ઘણા દેશોમાં લોકો યોગનું મહત્ત્વ સમજવા લાગ્યા છે.

 

વર્લ્ડ હેલ્થ ડેની શરૂઆત વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 1950માં કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વ સ્તરે આરોગ્યની સંભાળ લેવાના મહત્ત્વ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે.