રેસ્ટોરાંમાં મહિલાને સાડી પહેરીને પ્રવેશતાં અટકાવાઈ, વિડિયો વાઇરલ

નવી દિલ્હીઃ દિલ્હીની એક જાણીતી હાઇ-એન્ડ રેસ્ટોરાં ‘એક્વિલા’ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે, જ્યારે એક મહિલાએ આરોપ લગાવ્યો કે સાડી પહેરવાને લીધે તેને ત્યાં પ્રવેશ નહીં કરવા દેવામાં આવ્યો. રેસ્ટોરાંએ સ્માર્ટ કેઝ્યુઅલ પહેરવાવાળા લોકોને  જ પ્રવેશ કરવાની મંજૂરી આપી હતી. મહિલા દ્વારા સોશિયલ મિડિયા-ફેસબુક પર વિડિયો શેર કર્યા પછી રેસ્ટોરાંએ ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

અનીતા ચૌધરીએ એક ફેસબુક પોસ્ટમાં આરોપ લગાવ્યો હતો કે તેને રવિવારે અન્સલ પ્લાઝામાં એક્વિલા રેસ્ટોરાંમાં સાડી પહેરી હોવાને કારણે પ્રવેશ નહીં કરવા દેવામાં આવ્યો. એ પછી એ પોસ્ટ વાઇરલ થઈ ગઈ.

તેણે પોસ્ટમાં લખ્યું હતું કે દિલ્હીની એક રેસ્ટોરાંમાં સાડીને સ્માર્ટ આઉટફિટ (પહેરવેશ) નથી માનવામાં આવતો. અમે રેસ્ટેરાંમાં દલીલો કરી અને કેટલાય તર્ક આપ્યા,તેમ છતાં રેસ્ટોરાંમાં પ્રવેશ નહીં કરવા દેવામાં આવ્યો. હું ક્યારેય આ પ્રકારે અપમાનિત નથી થઈ. હું દુઃખ અનુભવું છું.

તે મહિલાએ સાડીમાં કેટલાક ફોટોની સાથે રેસ્ટોરાંના કર્મચારીઓની સાથે તર્કનો એક નાનો વિડિયો શેર કર્યો છે. એ વિડિયો વાઇરલ થયા પછી રેસ્ટોરાં પર સોશિયલ મિડિયા પર પસ્તાળ પડી રહી છે. ઝોમેટા જેવા પ્લેટફોર્મ પર રેસ્ટોરાંની ટીકા થઈ રહી છે. રેસ્ટોરાંએ કહ્યું હતું કે ઘટનાને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. ચૌધરીની ફેસબુક પ્રોફાઇલ અનુસાર દૂરદર્શન નેશનલમાં એક ક્રિયેટિવ ડિરેક્ટર છે.

એક ટ્વિટર યુઝર્સે રેસ્ટોરાંના વર્તન બાબતે અનોખો તર્ક આપતાં ટ્વીટ કર્યું હતું કે સાડી સ્માર્ટ પરિધાન છે કે નહીં એનો નિર્ણય કરવાવાળા એ કોણ છે? હું અમેરિકા, યુએઈ અને બ્રિટનની સારામાં સારી રેસ્ટોરામાં સાડી પહેરીને જઈ ચૂકી છું.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]