નવી દિલ્હીઃ લોકસભામાં મહિલા બિલ અનામત પર વિચારવિમર્શ દરમ્યાન ગૃહપ્રધાન અમિત શાહનું એક નિવેદન ધ્યાન ખેંચનારું છે. તેમણે કહ્યું હતું કે નવા સીમાંકનમાં જો વાયનાડ સીટ અનામત થઈ જાય તો કોંગ્રેસ એનો દોષ પણ મને જ આપશે. હૈદરાબાદની આરક્ષિત સીટ ઓવૈસી પણ રાજકારણ કરવાનો આરોપ લગાવશે.કેરળની વાયનાડ સીટથી કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તો તેલંગાનાની હૈદરાબાદ સીટથી AIMIMના અસદુદ્દીન ઓવૈસી સાંસદ છે. સીમાંકન લોકસભા અને વિધાનસભાના સીમા નિર્ધારણની પ્રક્રિયાને કહે છે. 2008માં છેલ્લી વાર દેશમાં સીમાંકન કરવામાં આવ્યું હતું. સીમાંકનને કારણે એ સમયે સોમનાથ ચેટરજી, શિવરાજ પાટિલ અને રામકૃપાલ યાદવ જેવા નેતાઓએ પરંપરાગત સીટો ગુમાવવી પડી હતી. જો સીમાંકન થયું તો આ વખતે પણ કેટલાય નેતાઓની સીટ એની ચપેટમાં આવવાની ધારણા છે.
Speaking in the Lok Sabha on the Women's Reservation Bill. https://t.co/ovvS2Hq37x
— Amit Shah (@AmitShah) September 20, 2023
દેશના બંધારણના આર્ટિકલ 82માં સીમાંકન વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. એના મુજબ દસકાની વસતિ ગણતરી પછી જરૂર અનુસાર ચૂંટણી પંચ સંસદીય અને વિધાનસભાની સીટોનું સીમાંકન કરે એવી શક્યતા છે. એમાં વસતિ ગણતરીના હિસાબે પ્રતિનિધિત્વ નક્કી કરવાની વાત કરવામાં આવી છે. સ્વતંત્રતા પછી દેશમાં અત્યાર સુધી ચાર વખત સીમાંકન કરવામાં આવી ચૂક્યું છે.
જોકે સીમાંકન પંચ બન્યા પછી સૌથી પહેલાં એ નક્કી થશે કે લોકસભા અને વિધાનસભાની સીટોની સીટો વધશે કે નહીં? જોકે સીમાંકનના કાયદા 2002 મુજબ સીમાંકન પંચની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના હાલના અથવા ભૂતપૂર્વ જજ કરે એવી શક્યતા છે. મુખ્ય ચૂંટણી કમિશનર અથવા તેમણે સૂચવેલી વ્યક્તિ પણ ચૂંટણી પંચના સભ્ય હોય છે.