મુંબઈઃ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, અને મિઝોરમ સહિત પાંચ રાજ્યો પૈકી તેલંગણામાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું છે. પાંચેય રાજ્યમાં મતગણતરી અને પરિણામની જાહેરાત માટે 3 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે. પરંતુ, હાલ સટ્ટા બજારની સ્થિતિ જાણવા મળી છે. આ બજારની અનુમાન મુજબ આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મોટા પાયે બાજી મારશે.
સટ્ટાબાજોના મંતવ્ય અનુસાર, રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે સત્તા કબજે કરશે. આ રાજ્યમાં હાલ કોંગ્રેસનું શાસન છે. જ્યારે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા, મિઝોરમમાં કોંગ્રેસ વિજય મેળવશે. છત્તીસગઢમાં કોંગ્રેસનું શાસન છે અને ત્યાં એને તે જાળવી રાખશે જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપાના હાથાંથી, તેલંગણામાં ભારત રાષ્ટ્ર સમિતિના હાથમાંથી અને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)ના હાથમાંથી શાસન છીનવી લેશે. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરા છે. તે પરંપરા આ વખતે ચાલુ રહેશે અને ભાજપા 120માંથી 117 સીટ જીતીને બાજી મારશે એવો સટ્ટા બજારનો અંદાજ છે.