મુંબઈઃ મેટા કંપનીની માલિકીની વોટ્સએપ મેસેજિંગ સેવાએ ભારતમાં લાગુ કરવામાં આવેલા નવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) કાયદા, 2021 અંતર્ગત ગયા જુલાઈ મહિનામાં 23 લાખથી વધારે ખરાબ એકાઉન્ટ્સ બંધ કરી દીધા હતા.
વોટ્સએપને આ ઉપરાંત 574 ફરિયાદ-અહેવાલો મળ્યા હતા. એમાંના 27 એકાઉન્ટ સામે પગલાં લેવામાં આવ્યા છે.
ભારતમાં વોટ્સએપના 40 કરોડથી વધારે યૂઝર્સ છે. ગયા જૂન મહિનામાં તેણે 22 લાખથી વધારે ખરાબ એકાઉન્ટ્સને હટાવી દીધા હતા. નવા આઈટી-નિયમો અનુસાર, ભારતમાં 50 લાખથી વધારે યૂઝર્સ ધરાવનાર ડિજિટલ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સે દર મહિને કોમ્પ્લાયન્સ (નિયમ-પાલન) રિપોર્ટ જાહેર કરવાના રહે છે.