નવી દિલ્હી: ગઈકાલે એટલે કે 9મી જૂનના સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં લગભગ 7000થી વધુ લોકો આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. આ સાથે જ 7 દેશના વડાઓ પણ શપથ ગ્રહણ મહોત્સવમાં હાજરી આપી હતી.
નરેન્દ્ર મોદી દેશના ત્રીજી વખત વડાપ્રધાન બની ગયા છે. પ્રધાનમંત્રી સાથે 72 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. આ સમારોહમાં દેશ-વિદેશના દિગ્ગજ નેતાઓ, બોલિવૂડ કલાકારો, વેપાર-જગતની હસ્તીઓ સહિત સાત હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શપથ ગ્રહણ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં એક અનોખી હલચલ જોવા મળી હતી. હાલ એ અજાણી અનોખી હલચલનો વિડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો આ પડછાયો કોઈ દીપડાનો હોય તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. વિડિયો વાયરલ થવાની સાથે જ અનેક પ્રશ્ન પણ ઉભા થઈ રહ્યા છે. આ દીપડો રાષ્ટ્રપતિ ભવનમાં શું કરી રહ્યો છે? સાથે સુરક્ષાને લઈ પણ કેટલાક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
Is that a wild animal in the background, strolling in the Rashtrapati Bhawan? pic.twitter.com/OPIHm40RhV
— We, the people of India (@India_Policy) June 10, 2024
(સૌજન્ય: we, the people of india)
દીપડાનો વાયરલ થયેલો વીડિયો 12 સેકન્ડનો છે, જેમાં શપથ લીધા બાદ મંત્રી દુર્ગાદાસ હસ્તાક્ષર કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમની પાછળ રાષ્ટ્રપતિ ભવનની સીડીઓ પર એક જંગલી પ્રાણી પસાર થતો જોવા મળી રહ્યો છે. જોકે આ કયું જંગલી પ્રાણી છે, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ એવો અંદાજ લગાવી રહ્યો છે કે, આ દીપડો હતો.
વીડિયોમાં દેખાતા પ્રાણીના ચિત્ર પરથી એવો અંદાજ લગાવી રહ્યો છે કે, આ લગભગ દીપડો જ હતો. કેટલાક લોકોનું કહેવું છે કે, ત્યાં કદાચ કોઈ પાલતુ પ્રાણી છે. જોકે હજુ સુધી આ વિડિયોને કોઈ પુષ્ટિ સામે આવી નથી. બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોની ખરાઈ પર પણ શંકા વ્યક્ત કરી રહ્યા છે.