ગંગા નદી પર પાવર-પ્રોજેક્ટની હું વિરુદ્ધ હતીઃ ઉમા ભારતી

ભોપાલઃ ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવા પર ભારે ખુવારી થઈ છે. ભાજપનાં નેતા ઉમા ભારતીએ રવિવારે સંવેદનશીલ ક્ષેત્રોમાં ડેમ બાંધવા પર અને એની પ્રતિકૂળ અસરો પર ચિંતા વ્યક્ત કરી હતી. ઉત્તરાખંડ ટ્રેજેડી વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે ગ્લેશિયર તૂટવાથી ભારે પૂર આવ્યું હતું. જે ચિંતાનો વિષય છે અને આ એક ચેતવણી સમાન છે. તેમણે કહ્યું હતું કે હું જ્યારે પ્રધાન હતી, ત્યારે હું ગંગા અને એની સહાયક નદીઓ પર પાવર પ્રોજેક્ટ બાંધવાની વિરુદ્ધમાં હતી.

ઉમા ભારતીએ મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમ્યાન જળ સંસાધન અને ગંગા નદીના વિકાસ અને ગંગાના કાયાકલ્પ પ્રધાન તરીકે કામગીરી કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું. ગ્લેશિયર તૂટતાં પાવર પ્રોજેક્ટને નુકસાન થયું છે, જેને લીધે મોટા પાયે સંકટ ઊભું થયું છે. તેમણે કહ્યું હતું કે એ નિર્ણયથી પાવર ઉત્પાદનમાં ઘટાડાને રાષ્ટ્રીય ગ્રિડથી પૂરી કરવામાં આવે.

જોશીમઠથી 24 કિલોમીટર પૈંગ ગામ જિલ્લા ચમોલી-ઉત્તરાખંડની ઉપર ગ્લેશિયર સરકતાં ઋષિ ગંગા પર બનેલો પાવર પ્રોજેક્ટ જોરથી તૂટ્યો હતો, જે ભયંકર તારાજી લઈને આગળ વધી રહ્યો છે. જોશી મઠમાં નંદા દેવી ગ્લેશિયર તૂટતાં રવિવારે ધોળી ગંગા નદીમાં પણ મોટું પૂર આવ્યું હતું.

 

તપોવન-રેનીમાં પાવર પ્રોજેક્ટમાં કામ કરતા 150થી વધુ મજૂરોનાં મોતની આશંકા છે, જે એક ઇન્ડો-તિબ્બતી બોર્ડર પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે ત્રણ શબ મળી આવ્યાં છે.