નવી દિલ્હીઃ ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે, ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને સુખબીર સિંહ સંધુએ વિધાનસસભાની ચૂંટણીના કાર્ક્રમોની ઘોષણા કરવા માટે પત્રકાર પરિષદને સંબોધી હતી. મહારાષ્ટ્રમાં એક તબક્કામાં અને ઝારખંડમાં બે તબક્કામાં મતદાન કરાવવામાં આવશે, જ્યારે 23 નવેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર થશે. આ સાથે ઉત્તર પ્રદેશની 10 સીટો પર પેટા ચૂંટણી થશે.
તેમણે કહ્યું હતું કે ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે. રાજ્યમાં કુલ 2.6 કરોડ મતદાતાઓ છે. રાજ્યમાં કુલ 1,00,186 પોલિંગ બૂથ બનાવવામાં આવશે, જ્યારે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામો આવશે. રાજ્યની બધી 288 સીટો પર મતદાન એક તબક્કામાં થશે નામાંકન માટે છેલ્લી તારીખ 29 ઓક્ટોબર છે. એ સાથે નામાંકન પરત ખેંચવાની તારીખ ચોતી નવેમ્બર છે.
મહારાષ્ટ્ર વિધાનસભાનો હાલનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ CM એકનાથ શિંદેની સરકાર છે. રાજ્યમાં કુલ 288 વિધાનસભા સીટો છે, જ્યારે ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચ જાન્યુઆરી, 2025એ પૂરો થશે. રાજ્યમાં હાલ CM હેમંત સોરેનની સરકાર છે. રાજ્યમાં કુલ 81 સીટો છે.
Schedule for General Election to Legislative Assembly of #Maharashtra,2024 to be held in a single phase.
Details in images👇#MaharashtraAssemblyElections2024 #ECI #Schedule pic.twitter.com/XF4FXebtJR
— Election Commission of India (@ECISVEEP) October 15, 2024
મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી અને મહાયુતિ વચ્ચે રસાકસી છે. મહા વિકાસ અઘાડી પાસે કોંગ્રેસ, NCP શરદ પવાર જૂથ, શિવસેના UBT છે. બીજી તરફ, મહાગઠબંધનમાં ભાજપ, શિવસેનાનો શિંદે જૂથ અને NCP અજિત પવાર જૂથનો સમાવેશ થાય છે. બંને ગઠબંધન સીટોની વહેંચણીને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે.
ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધનના ભાગ ઝારખંડ મુક્તિ મોરચા (JMM) મુકાબલો NDA ગઠબંધન વિરુદ્ધ હશે, જેમાં ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU), જનતા દળ (યુનાઈટેડ) અને ભાજપનો સમાવેશ થાય છે.