બેંગલુરુઃ બેંગલુરુમાં એક વિધાનસભ્યના ભાણાની ફેસબુક પોસ્ટ પછી હિંસા થઈ ગઈ છે. ગુસ્સે ભરાયેલી ભીડે વિધાનસભ્યના ઘરે અને પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો. પોલીસે કરેલા ફાયરિંગમાં ત્રણ પ્રદર્શનકારીઓના મોત થયાં છે. એક એડિશનલ કમિશનર સહિત 60 લોકો ઘાયલ થયા છે. જ્યારે ફેસબુક પોસ્ટ લખવાના આરોપસર પોલીસે કર્ણાટકના વિધાનસભ્ય અખંડ શ્રીનિવાસમૂર્તિના ભાણાની ધરપકડ કરી લીધી છે. એની સાથે આ મામલે અત્યાર સુધી 110 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પયગંબર મોહમ્મદ સાહબની સામે સોશિયલ મિડિયા પર આપત્તિજનક પોસ્ટ
આરોપ છે કે વિધાનસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના ભાણાએ પયગંબર મોહમ્મદ સાહબની સામે સોશિયલ મિડિયા પર આપત્તિજનક પોસ્ટ લખી હતી. આ ન્યૂઝ પ્રસરતાં સાંજે સાત કલાકે આશરે મુસ્લિમ સમુદાયના સેંકકડો લોકોની ભીડ તેમના ઘરની બહાર જમા થઈ હતી.
વિધાનસભ્યના ઘર પર પથ્થરમારો
ગુસ્સે ભરાયેલા લોકોએ વિધાનસભ્યના ઘર પર પથ્થરમારો કર્યો હતો. આ ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત થયાં છે.
આ મામલે વિધાનસભ્ય શ્રીનિવાસ મૂર્તિએ શાંતિ જાળવવા અપીલ કરી છે. વિધાનસભ્યએ કહ્યું છે કે હું અખંડ શ્રીનિવાસ મૂર્તિ બધા મુસ્લિમ ભાઈઓને શાંતિ રાખવા અપીલ કરું છું. જેકોઈની પણ ભૂલ હશે હું તેની સાથે બેસીને આ મામલો ઉકેલીશ.