મુંબઈઃ યૂનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા આવતી 30 અને 31 જાન્યુઆરીએ બે-દિવસીય દેશવ્યાપી હડતાળનું પાડવાનું એલાન કર્યું છે.
બેન્ક કર્મચારીઓ માટે 11મા વેતનપંચની ભલામણોના અમલના સંબંધમાં આ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. અમુક મુદ્દા એગ્રીમેન્ટને લગતા છે. જેમ કે, બેન્કોમાં પાંચ-દિવસનું સપ્તાહ લાગુ કરવા, પેન્શન અપડેટ કરવા, તમામ વર્ગોમાં નવા કર્મચારીઓની ભરતી કરવાનો સમાવેશ થાય છે. હડતાળને કારણે બેન્કોમાં કામકાજને માઠી અસર પડશે. 28 જાન્યુઆરીએ મહિનાના ચોથા શનિવારની અને 29 જાન્યુઆરીએ રવિવારની રજા હશે. આમ, સતત ચાર દિવસ બેન્કો બંધ રહેશે.