ભારતના પૂર્વોત્તર રાજ્યોનો પ્રવાસ ન કરવા બ્રિટન-અમેરિકાની પોતાના નાગરિકોને સલાહ

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ પૂર્વોત્તરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે અમેરિકા અને બ્રિટને પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. બંન્ને દેશોએ પોતાના નાગરિકોને કહ્યું છે કે આ ક્ષેત્રની યાત્રા કરતા સમયે વધારે સાવધાની રાખો. બ્રિટનની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, કેબ વિરુદ્ધ દેશના કેટલાક ભાગોમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યું છે. પૂર્વોત્તર ભારત, મુખ્યત્વે અસમ અને ત્રીપુરામાં હિંસક પ્રદર્શન પણ છે. ગુવાહાટીમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે અને મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે પ્રદર્શનના કારણે આ ક્ષેત્રમાં ટ્રાન્સપોર્ટ સેવાઓ પર પણ અસર પડી શકે છે.  

બીજી તરફ, અમેરિકાની એડવાઈઝરીમાં પણ કંઈક આવી છે. જો કે અમેરિકાની એડવાઈઝરીમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેણે અસ્થાયી રીતે અસમની યાત્રા સ્થગિત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન બિલ સંસદમાં પાસ થઈ ચૂક્યું છે. પૂર્વોત્તર ભારતના આ વિરોધની આગમાં સળગી રહ્યું છે, સૌથી વધારે વિરોધ અસમમાં છે જ્યાં ભાષા અને સંસ્કૃતિ ખતમ થવાની આશંકાએ કોને કર્ફ્યુ છતા પણ લોકોને રોડ પર લાવવા માટે મજબૂર કરી દિધા. આ પ્રદર્શનકારીઓનો સાથ આપવા માટે રોડ પર દરેક વર્ગના વિરોધ કરી રહ્યા છે.