લોકસભા ચૂંટણીમાં મતગણતરીમાં ગરબડ? સુપ્રીમ કોર્ટેની ચૂંટણીપંચને નોટીસ

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં 347 મતદાન અને તેની ગણતરીમાં કહેવાતી વિસંગતતાઓની તપાસ માટે બે બીન સરકારી સંગઠનોની જાહેરહિતની અરજી પર શુક્રવારે ચૂંટણી પંચને નોટિસ મોકલી છે. ચીફ જજ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી પીઠે તેની સાથે સંકળાયેલી આવી અરજીઓની પણ ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી-2020માં સુનાવણી થશે.

બીન સરકારી સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર) અને કોમન કૉઝે અરજીમાં ચૂંટણી પંચને ભવિષ્યમાં તમામ ચૂંટણીમાં આંકડાઓની વિસંગતતાની તપાસ માટે જરૂરી પ્રક્રિયા તૈયાર કરવો નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો છે. એડીઆરે પોતાના નિષ્ણાતોની ટીમના શોધ આંકડાનો હવાલો આપતાં કહ્યું છે કે 2019માં સંપન્ન થયેલી ચૂંટણીનાં વિભિન્ન બેઠકો પર મતદાતાઓની સંખ્યા અને મતની ટકાવારી અને ગણતરી કરાયેલ મતોની સંખ્યા અંગે પંચ દ્વારા ઉપલબ્ધ કરાયેલ આંકડાઓમાં ગંભીર વિસંગતતાઓ છે.

અરજીમાં દાવો કરાયો છે કે તેમને તપાસ દરમ્યાન અનેક વિસંગતતાઓની જાણ થઈ છે. અરજીમાં કહ્યું છે કે આ વિસંગતતા એક મતથી લઈને 1,01,323 મતોની છે. જે કુલ મતોના 10.49 ટકા છે. અરજી અનુસાર 6 બેઠકો પર મતોની વિસંગતતા ચૂંટણીમાં જીતના અંતરથી વધારે છે. અરજીમાં કોઈપણ ચૂંટણીના પરિણામો જાહેરાત પહેલાં યોગ્ય રીતે મેળવવા અને આ વર્ષે લોકસભા ચૂંટણીમાં ફોર્મ 17 સી, 20, 21સી, 21ડી અને 21ઈની સૂચના સાથે તમામ ભાવિ ચૂંટણીની આવી જાણકારી સાર્વજનિક કરવા ચૂંટણીપંચને અનુરોધ કરાયો છે.

અરજીમાં કહેવાયું છે કે ચૂંટણીની પવિત્રતા બનાવી રાખવી જરૂરી છે કે ચૂંટણીના પરિણામો એકદમ યોગ્ય હોવા જોઈએ. કારણ કે સંસદીય ચૂંટણીમાં કોઈપણ પ્રકારની વિસંગતતાને સંતોષજનક રીતે ઉકેલ વગર અવગણી શકાય નહી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]