Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News National પીએમ મોદીની અંગત વેબસાઈટનો ટ્વિટર એકાઉન્ટ હેક કરાયો
  • News
  • National

પીએમ મોદીની અંગત વેબસાઈટનો ટ્વિટર એકાઉન્ટ હેક કરાયો

September 3, 2020
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટ અને નરેન્દ્ર મોદી મોબાઈલ એપનો ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યો છે. ગઈ રાતે 3.16 વાગ્યે હેકરે પીએમ મોદીના ટ્વિટર એકાઉન્ટ પરથી જ ટ્વીટ કરીને હેકિંગની જાહેરાત કરી હતી.

    મોદીના ટ્વિટર એકાઉન્ટને જોન વિક ગ્રુપે હેક કર્યો છે. હેક કરનારાઓએ કોવિડ-19 રિલીફ ફંડ માટે દાનમાં બિટક્વોઈનની માગણી કરી છે.

    ઉલ્લેખનીય છે કે એ ટ્વીટ્સ તરત જ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.

    એકાઉન્ટ પર લખાયેલા એક મેસેજમાં આમ વંચાતું હતુંઃ હું આપ સહુને અપીલ કરું છું કે કોવિડ-19 માટે બનાવેલા પીએમ મોદી રિલીઝ ફંડમાં દાન કરો. આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનો ટ્વિટર એકાઉન્ટ છે અને એને 25 લાખથી વધારે લોકો ફોલો કરે છે.

    ઉલ્લેખનીય છે કે પેટીએમ મોલની ડેટા ચોરીના કેસમાં પણ જોન વિક ગ્રુપનું નામ ચમક્યું હતું. સાઈબર સિક્યોરિટી કંપની સાઈબલ દ્વારા પાંચ દિવસ પહેલાં જ એવો દાવો કરાયો હતો કે જોન વિક ગ્રુપે પેટીએમ મોલની ડેટા ચોરી લીધી છે.

    સાઈબલનો એવો પણ દાવો હતો કે હેકર ગ્રુપે ખંડણીની માગણી કરી હતી. પરંતુ, પેટીએમ દ્વારા તમામ આરોપનું ખંડન કરાયું હતું અને નિવેદનમાં બહાર પાડીને કહ્યું હતું કે ડેટા ચોરીની કોઈ ઘટના બની નથી.

    ટ્વિટરે સમર્થન આપ્યું

    ટ્વિટર કંપનીએ મોદીનો એકાઉન્ટ હેક કરાયો હોવાના સમાચારને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે એકાઉન્ટને સુરક્ષિત કરવાના પગલાં લેવામાં આવ્યા છે.

    ટ્વિટરના એક પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમને આ ઘટનાની ખબર પડી છે અને તે એકાઉન્ટને સુરક્ષિત કરવાના પગલાં લેવામાં આવ્યા છે. અમે આ ઘટનામાં સક્રિય રીતે તપાસ પણ કરી રહ્યા છીએ.

    ઉલ્લેખનીય છે કે ગયા જુલાઈમાં દુનિયાભરના અનેક નામાંકિત લોકોના ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હતા. એમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા, આગામી યૂએસ પ્રમુખપદ ચૂંટણીના ઉમેદવાર જો બિડેન, અબજોપતિ એલન મસ્કનો સમાવેશ થાય છે.

    હેકર્સે નામાંકિત વ્યક્તિઓના એકાઉન્ટનો એક્સેસ મેળવવા માટે સોશિયલ મિડિયા કંપની ટ્વિટરની આંતરિક સિસ્ટમ્સમાં ઘૂસણખોરી કરી હતી.

    • TAGS
    • cryptocurrency
    • Donate
    • followers
    • money
    • Narendra Modi
    • personal website
    • PM Narendra Modi
    • Twitter
    • Twitter Account
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleથોડુંક હસી લો – ૩ સપ્ટેંબર, ૨૦૨૦
      Next articleસુવિચાર – ૩ સપ્ટેંબર, ૨૦૨૦
      Manoj

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      મેટાના ઇતિહાસની સૌથી મોટી છટણીઃ  8000 કર્મચારીઓની જશે નોકરી

      ઝાલમુરી મેં ખાધી, પરંતુ ઝાળ TMCને લાગીઃ PM મોદી

      મહિલા સશક્તિકરણ પર પીએમ મોદીનો નવો સંદેશ

      Recent Posts

      • સતત ચોથા વર્ષે સુરતના આંગણે યોજાશે “અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ”
      • બંગાળમાં રિપોલિંગમાં TMC પર ધમકીના આરોપોથી વધ્યું ટેન્શન
      • ગુજરાત ટાઇટન્સે પરંપરાગત ટાંગલિયા શર્ટ પહેરી ગુજરાત દિવસની ઉજવણી કરી
      • ભગવાનને જ નક્કી કરવા દો કે તમારા માટે સારું શું છે!
      • ભાજપમાં સામેલ થયેલા સંદીપ પાઠક વિરુદ્ધ FIR: થશે ધરપકડ

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa