નવી દિલ્હીઃ જ્યારે આપણે રોડ પર કોઈ ભીખારીને જોઈએ છીએ તો આપણને લાગે છે કે, આ બીચારા અભણ લોકો છે કે મજબૂરીના કારણે રોડ પર ભીખ માંગી રહ્યા છે. આ ભિખારીઓનો મજબૂર ચહેરો જોઈને આપણું હ્યદય પીગળી જાય છે અને આપણે આ લોકોને કંંઈકને કંઈક આપીએ છીએ. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે રોડ પર ભીખ માંગનારા દરેક ભીખારી અભણ કે મજબૂર હોતા નથી. આ પૈકીના કેટલાક લોકો આ ધંધામાંથી સારી કમાણી પણ કરી લે છે. આપણે એક એવા ભીખારીની વાત કરી રહ્યા છીએ કે જેની સ્ટોરી કંઈક અલગ છે. આ ભીખારી કે જે એક સ્ત્રી છે તેના જીવનની હકીકત સાંભળીને ખરેખર આપ અચંબિત થઈ શકશો. રોડ પર ભીખ માંગતી બે ભીક્ષુક મહિલાઓ એવી છે કે જેમાંથી એકની પાસે અમેરિકાનું ગ્રીન કાર્ડ છે તો બીજી મહિલા લંડનમાં અકાઉન્ટ ઓફિસર તરીકે કામ કરી ચૂકી છે. તો પછી એવી કઈ મજબૂરી હશે આ બન્ને ભીક્ષુક મહિલાઓની કે બંન્ને હૈદરાબાદના રોડ પર ભીખ માંગી રહી છે?
હકીકતમાં હૈદરાબાદમાં પોલીસના જવાનો રોડ પર પોતાનું એક રુટીન ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન તેમની મુલાકાત એવી બે ભીક્ષુક મહિલાઓ સાથે થઈ કે જેમની હકીકત જાણીને તેમના હોશ ઉડી ગયા.
બીજી ભીક્ષુક મહિલાનું નામ રબિયા બસેરા છે. આ મહિલા પાસે અમેરિકાનું ગ્રીનકાર્ડ છે. મહિલા અનુસાર તેના સગા-સંબંધીઓએ દગો કરીને તેના પતિની સંપત્તિ હડપી લીધી છે અને તેના કારણે તે આજે ભીખ માંગવા મજબૂર બની છે. રબિયાની દુઃખદ સ્ટોરી સાંભળીને પોલીસના જવાનોની આંખમાં પણ આંસૂ આવી ગયા. પોલીસ રબિયાને રિહેબીલીટેશન સેન્ટર મોકલી રહી હતી પરંતુ સમાચાર મળતા જ તેના સગા ત્યાં આવી ગયા અને કહેવા લાગ્યા કે તેઓ રબિયાનો ખ્યાલ રાખશે.