લોકડાઉનમાં સાયબર ક્રાઈમે પણ માજા મૂકી

નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન સાયબર ફ્રોડના બનાવોમાં વધારો થયો છે. આ ઘટનાઓ ફક્ત તમારા લેપટોપ અને ડેસ્કટોપ પર જ નથી બનતી, પરંતુ સાયબર ક્રિમિનલ તમારી વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, પેટીએમ જેવી એપ્સને પણ નિશાન બનાવી રહ્યા છે. કારણ કે આ એપનો વર્ક ફ્રોમ હોમ દરમિયાન ઉપયોગ વધી ગયો છે. આવી સ્થિતિમાં, તેઓ સહેલાઇથી તમને સાયબર ફ્રોડના શિકાર બનાવે છે. ચાલો આપણે જાણીએ કે કઈ વસ્તુઓની કાળજી રાખીને સાયબર ફ્રોડથી બચી શકાય.

Zoom એપને લઈને રહો સાવધાન

છેલ્લા કેટલાક સમયથી ઝૂમ એપને લઈને સમસ્યા ઉદભવી રહી છે. આ એપની ગોપનીયતા(પ્રાઈવેસી) અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પ્રાથમિક સલાહ તો એ જ છે કે ઝૂમ એપનો ઉપયોગ કરવાનું ટાળો. જો એપ ઇન્સ્ટોલ કરેલી છે, તો નોટિફિકેશન અને અન્ય માહિતી પર ખાસ નજર રાખો. જો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારું એકાઉન્ટ પાસવર્ડ બદલો અને ખૂબ જટિલ પાસવર્ડ બનાવો. કોઈપણ અજાણી લિંક્સ ખોલો નહીં અને આવી ગતિવિધિઓથી સાવધ રહો.

હેકર્સ વોટ્સએપને હેક કરવા માટે નવી યુક્તિઓનો આશરો લઈ રહ્યા છે. હેકર્સ આ માટે તમારા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામને હેક કરે છે. આ કારણે તમે બંને એપમાં લોગઈન કરવામાં સમસ્યા આવે છે. આ કિસ્સામાં, તે તમને વોટ્સએપનો સિક્યુરિટી કોડ પૂછે છે, જ્યાંથી તે વોટ્સએપ હેક કરે છે. સાયબર નિષ્ણાત કહે છે કે તમારો પાસવર્ડ, સુરક્ષા કોડ અને ઓટીપી ક્યારેય કોઈની સાથે શેર કરશો નહીં. જો ઇન્ટરનેટ પર અથવા એપ્લિકેશન પર કોઈ અસામાન્ય ગતિવિધિ દેખાય તો ફક્ત અધિકૃત વેબસાઇટ પર જ જાણ કરો.

કોઈ સાચી વેબસાઇટ તમારી પાસેથી વ્યક્તિગત માહિતી માંગતી નથી. તેથી તમારી કોઈપણ ખાનગી માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. સાયબર નિષ્ણાતો કહે છે કે એકાઉન્ટ સુરક્ષા માટે ટુ સ્ટેપ વેરિફિકેશન અપનાવો. વર્ક ફ્રોમ હોમ દરમિયાન તમાર પર્સનલ સોશિયલ મીડિયા એકાઉન્ટ અને તમારા ઓફિસ વર્ક બંને માટે અલગ અલગ બ્રાઉઝરનો ઉપયોગ કરો. ભૂલથી પણ ઘરેથી કામ કરતી વખતે તમારા વર્કની જગ્યાની તસવીરો શેર ન કરો. જો તમે કામ કરતી તસવીરો શેર કરો છો તો તમારી કોઈ પર્સનલ માહિતી લીક થવાનો ડર રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]