નવી દિલ્હીઃ જેટ ફ્યુઅલની કિંમતોમાં બે ટકાનો વધારો થયો છે, જેની નવી કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી છે. આ વર્ષે આ સાતમી વાર વધારો છે. એરક્રાફ્ટમા એરલાઇન્સ ટર્બાઇન ફ્યુઅલ (ATF)નો ઉપયોગ થાય છે. ફ્યુઅલના રિટેલર્સના નોટિફિકેશન દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રતિ કિલોકિટર રૂ. 2258.54 અથવા બે ટકા વધીને કિલોલિટરદીઠ રૂ. 1,12,924.83 કરી દીધી હતી.
જોકે આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ નથી થયો. 11 દિવસોમાં પહેલી વાર ભાવ નથી વધ્યા, ઓટો ફ્યુઅલના દરોમાં રૂ. 6.40નો વધારો થયો હતો. ATFની કિંમતમાં 16 માર્ચે 18.3 ટકા ( કિલોલિટરદીઠ રૂ. 17,135.63)ની અત્યાર સુધીનો સૌથી વધુ હતો. ગયા પખવાડિયામં ફ્યુઅલની સરેરાશ વૈશ્વિક મૂલ્યને આધારે દર મહિનાની પહેલી અને 16મી તારીખે ફ્યુઅલની કિંમતોની સમીક્ષા કરવામાં આવે છે. જેટ ફ્યુઅલ- જે એરલાઇનની ઓપરેશન ખર્ચ આશરે 40 ટકા છે, જે આ વર્ષે નવી ઊંચાઈ પહોંચ્યું છે.
2022ના પ્રારંભથી દરેક પખવાડિયાએ ફ્યુઅલની કિંમતોમાં વધારો થયો છે. પહેલી જાન્યુઆરીથી શરૂ થતા સાત વધારામાં ATFની કિંમતોમાં પ્રતિ કિલોલિટર રૂ. 38,902.92માં અથવા આશરે 50 ટકાનો વધારો થયો છે.