નવી દિલ્હીઃ શનિવારે સર્વપક્ષી બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખેડૂતોનો મુદ્દો વાતચીતથી દૂર થશે. તેમણે કહ્યું હતું કે ખેડૂતોને સરકાર દ્વારા અપાયેલા પ્રસ્તાવ આજે પણ કાયમ છે. કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે તેઓ ખેડૂતોથી માત્ર એક ફોન દૂર છે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી બેઠકમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર ખેડૂતોના મુદ્દાઓને ઉકેલવા તૈયાર છે અને સતત પ્રયાસો જારી છે.
કેન્દ્રીય પ્રધાન પ્રહ્લાદ જોશીએ કહ્યું હતું કે જો ખેડૂતો વાતચીત માટે તૈયાર હોય તો હું એક ફોન કોલ પર ઉપલબ્ધ છું. જે ખેડૂત નેતાઓને કહેવામાં આવ્યું છે, એના પર સરકાર સહમત છે. સંસદનાં કામકાજ લઈને બજેટ સત્રથી પહેલાં સર્વપક્ષી બેઠક બોલાવવામાં આવી હતી.
સર્વપક્ષી બેઠકમાં આશરે બધી પાર્ટીઓએ ભાગ લીધો હતો. લોકસભામાં બિલ સિવાય ચર્ચા કરવા માટે સરકાર સહમત છે. વિપક્ષે ખેડૂતોને મુદ્દે ચર્ચાની માગ કરી હતી. આ માટે સરકાર સહમત છે. કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જે પ્રસ્તાવ આપ્યો છે, અમે એના પર ચર્ચા માટે તૈયાર છીએ, એમ વડા પ્રધાન મોદીએ કહ્યું હતું.
આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, શિરોમણિ અકાલી દળના નેતા બલવિન્દર સિંહ ભૂંદડ, તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાય અને શિવસેનાના વિનાયત રાઉત અન્ય કેટલાક અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.