નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 93 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 43,082 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 492 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 93,09,787 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,35,75 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 87,18,517 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 39,379 દર્દીઓ આ ખતરનાક બીમારીથી સ્વસ્થ થયા છે. પાછલા 24 કલાકમાં 36,367 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,55,555એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.75 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.46 ટકા થયો છે.
ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં સ્વયંભૂ બંધ
રાજ્યમાં કોરોનાના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે સરકાર આકરાં પગલાં ભરી રહી છે. આ સાથે લોકો પણ કોરોનાને કાબૂમાં લેવા માટે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે.
મહીસાગર જિલ્લામાં કોરોના કેસ, વધતાં ખાનપુર લીમડિયા બાકોરમાં સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે, જ્યારે નડિયાદના નરસંડા અને પીપલગમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. જ્યારે બોડેલીના કોસિન્દ્રામાં લોકડાઉનનો આજે બીજો દિવસ છે. કોસિન્દ્રાના બજાર સ્વયંભૂ બીજે દિવસ પણ બંધ રહ્યા હતા. રાજકોટ જિલ્લામાં ગામડાઓ આંશિક લોકડાઉન જાહેર કરાયું હતું. જ્યારે સાબરકાંઠામાં કોરોના સંક્રમણ વધતા બજારો બંધ કરવામાં આવ્યા છે. હિંમતનગર અને તલોદમાં વેપારીઓનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે મહેસાણાના વિજાપુરમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. કુકરવાડામાં અડધા દિવસનું સ્વયંભૂ લોકડાઉન લાગુ કરાયું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
