ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ ત્રણ વૈજ્ઞાનિકોને અપાયું

નવી દિલ્હીઃ ફિઝિક્સમાં આ વર્ષે નોબેલ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી છે. રોયલ સ્વિડિશ એકેડેમી તરફથી ઘોષણા કરવામાં આવ્યાનુસાર ફિઝિક્સમાં પિયરે એગોસ્ટિની, ફેરેન્ક ક્રૂઝ અને એની એલ હુઇલિયરને નોબેલ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ એ લોકોને આપવામાં આવે છે, જે સેકન્ડના બહુ નાના હિસ્સા દરમ્યાન પરમાણુઓમાં ઇલેક્ટ્રોનનો અભ્યાસ કર્યો હોય.

આ ત્રણે વૈજ્ઞાનિકોને યંત્ર વિકસિત ક્યાં છે, જેનાથી એટ્ટોસેકન્ડના સમયમાં ઇલેક્ટ્રોન્સના વિશ્વને જોઈ શકાશે. એટ્રોસેક્ન્ડનો અર્થ એક સેકન્ડનો નાનામાં નાનો ભાગ. એટ્રોસેક્ન્ડમાં એક સેકન્ડ પૂરી થાય છે અને સેકન્ડમાં બ્રહ્માંડની વય પણ માલૂમ પડે છે. આ નોબેલ એવોર્ડમાં 1.1 કરોડ સ્વિડિશ ક્રોનર ( 10 લાખ અમેરિકી ડોલર)ની રોકડ આપવામાં આવે છએ. આ રોકડ પુરસ્કાર સ્વિડિશ નાગરિક આલ્ફ્રેડ નોબેલની સંપત્તિમાંથી આપવામાં આવે છે, જેમનું 1896માં નિધન થયું હતું.

ભૌતિકશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર સમિતિએ તેમને ઇલેક્ટ્રોન પરના તેમના અભ્યાસ માટે આ સન્માન આપ્યું છે. એની હુલિયર ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ જીતનારી પાંચમી મહિલા બની છે. ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં અત્યાર સુધીમાં 119 લોકોને આ પદવી આપવામાં આવી છે.

આ પહેલાં બીજીઓક્ટોબરે કેટલિન કેરિકો અને ડ્રુ વેઇસમેનને મેડિસિનનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. નોબેલ પુરસ્કાર વિતરણ એક અઠવાડિયા સુધી ચાલશે. આ ફેરફારને સમજવા માટે એટોસેકન્ડ પલ્સ ઓફ લાઇટની મદદ લેવામાં આવે છે. આ ભૌતિકશાસ્ત્રીઓએ એવી પદ્ધતિઓની શોધ કરી કે જેના દ્વારા પ્રકાશના આવા માઇક્રોસ્કોપિક તરંગો ઉત્પન્ન થાય. આનાથી ઈલેક્ટ્રોનની હિલચાલ અને તેમાં થતા ઊર્જા પરિવર્તનનો અભ્યાસ કરવામાં મદદ મળશે.