IAF સ્વદેશી પ્રોજેક્ટોની સાથે ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપશે

નવી દિલ્હીઃ ઇન્ડિયન એર ફોર્સે સંરક્ષણ ક્ષેત્રે સૌથી મોટી સ્વદેશીકરણના પ્રોજેક્ટોને શરૂ કરી રહી છે, કેમ કે એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીના નેતૃત્વમાં એર ફોર્સ રૂ. 3.15 લાખ કરોડથી વધુના મેક ઇન ઇન્ડિયાના કાર્યક્રમો પર કામ કરી રહી છે. હથિયાર અને પ્લેટફોર્મોની યાદીમાં 180 લાઇટ લડાકુ વિમાન માર્ક1A, 156 હલકા લડાકુ હેલિકોપ્ટર, લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર અને અનેક હથિયાર પ્રણાલીઓ સામેલ છે.

વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે એકલા LCA માર્ક1Aની કિંમત રૂ. 1.2 લાખ કરોડથી વધુ માનવામાં આવે છે અને એ ઘરેલુ ઉદ્યોગમાં લડાકુ વિમાન ઉત્પાદન તંત્ર વિકસિત કરવા પર એ અસરકારક રહેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્ય સંરક્ષણ ઉદ્યોગના નિર્માણ માટે સમર્થન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્ય પાંચ ટ્રિલિયન અમેરિકી ડોલરના અર્થતંત્રને હાસંલ કરવાની દિશામાં મહત્ત્વનું છે. તેમણે કહ્યું હતું કે સંરક્ષણ દળોન આત્મનિર્ભરતા કાર્યક્રમને પાંખો લગાવી રહ્યા છે.

ભારતમાં નિર્મિત સ્વદેશી પ્રોજેક્ટોની માહિતી આપતાં તેમણે કહ્યુંહ તું કે એર ફોર્સ 180 LCA માર્ક 1A વિમાન મળી રહ્યા છે, જે માટે 83 વિમાનોના પહેલા જથ્થા માટે હસ્તાક્ષર કરવામાં આવી ચૂક્યા છે. જ્યારે બાકીનાં 97 વિમાનોના પ્રોજેક્ટ માટે સંરક્ષણ મંત્રાલયની મંજૂરી ટૂંક સમયમાં મળશે. લડાકુ વિમાન ક્ષેત્રમાં IAF રૂ. 65,000 કરોડના પ્રોજેક્ટ હેઠળ Su-30MKI લડાકુ જેટને અપગ્રેડ કરવાના એક યોજના પર કામ ચાલી રહ્યુ છે.