નવી દિલ્હીઃ સુશાંત કેસમાં ડ્રગ એન્ગલથી તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) એક્શનમાં છે. ડ્રગ પેડલર્સનાં સ્થાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. મુંબઈમાં NCBએ સાત સ્થળોએ દરોડા પાડ્યા છે. NCBએ ત્રણ ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર NCBએ મુંબઈના કુર્લા, વર્સોવા અને પવઈમાં દરોડા પાડ્યા છે. NCBએ ડ્રગ મામલાથી જોડાયેલા એક આરોપી કરમજિત સિંહને મુંબઈની અંધેરી-વેસ્ટ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.
ગોવામાં એક આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ
આ પહેલાં NCBએ મુંબઈ અને ગોવામાં એક આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ પકડ્યું હતું. એ દરમ્યાન ડ્રગ્સ માટે સાત લોકોની ધરપકડ પણ કરી હતી. NCBએ આશરે 4.5 કિલોગ્રામ હેરોઇન, 445 ગ્રામ કોકેન અને 1.1 કિલોગ્રામ મારીજુઆનાને જપ્ત કર્યું હતું, જેણે છ પાર્સલના માધ્યમથી ભારત મોકલવામાં આવ્યું હતું. રિયાએ NCBની સામે આશરે 15 બોલિવુડ સેલિબ્રિટિઓનાં નામ લીધાં છે, જે ડ્રગ્સનો ઉપયોગ કરે છે. આ બધા લોકો હવે NCBના નિશાના પર છે.
આરોપીઓની જામીન અરજી ફગાવાઈ
વિશેષ કોર્ટે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતથી જોડાયેલા ડ્રગ્સ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક તથા ચાર અન્ય આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. આ બધાને NDPS એક્ટમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ ધરપકડ કરી છે. હલ આ બધા આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં છે. NCBના અનુસાર રિયા ભાઈ શોવિક અને સુશાંતના ભૂતપૂર્વ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા તથા તેના સ્ટાફ દીપેશ સાવંતની સાથે ડ્રગ્સ સિન્ડિકેટનો હિસ્સો હતી.
રિયાએ નિવેદન આપીને ફેરવી તોળ્યું
રિયાએ જામીન અરજીમાં દાવો કર્યો હતો કે તેને આ મામલે ખોટી રીતે ફસાવવામાં આવી છે. તે NCB દ્વારા ત્રણ દિવસો સુધી તપાસ દરમ્યાન કરેલા કબૂલનામાથી ફરી ગઈ હતી. તેણે દાવો કર્યો હતો કે NCB અધિકારીઓએ તેને દોષી સંબંધી નિવેદન આપવા મજબૂર કરી હતી. બીજી બાજુ NCBએ જામીન અરજીનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે રિયા એ વાતથી માહિતગાર હતી કે રાજપૂત ડ્રગ્સ લેતો હતો અને તે ડ્રગ ખરીદતી હતી.
NCBનું એ પણ કહેવું હતું કે ભલે ડ્રગ્સની માત્રા ઓછી હતી, પરંતુ તે 1,85,200 રૂપિયાના મૂલ્યની હતી. NCBએ જામીન અરજીના જવાબના સોંગદનામામાં કહ્યું હતું કે રિયા અને શોવિક ચક્રવર્તીએ સુશાંત રાજપૂત માટે તેના કહેવા પર ડ્રગ્સ મગાવતી અને તેના પૈસા ચૂકવતી હતી.