નવી દિલ્હીઃ દિવાળીના ઠીક એક દિવસ બાદ 25 ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ છે, જેને અનેક લોકો અશુભ માની રહ્યા છે. જોકે વિજ્ઞાન એને માત્ર એક ખગોળીય ઘટના માને છે. આજથી 417 વર્ષ પહેલાં વિજ્ઞાની જોહાન્સ કેપલરે શોધી કાઢ્યું હતું કે સૂર્ય ગ્રહણ એક વૈજ્ઞાનિક ઘટના છે. આ સિવાય 103 વર્ષ પહેલાં UKના રહેવાસી સર આર્થક એડિંગટને વિજ્ઞાન દ્વારા ગ્રહણ એક ખગોળીય ઘટના સાબિત કરી હતી.
આજે સાંજે વર્ષનું છેલ્લું આંશિક સૂર્યગ્રહણ લાગશે. તેના પછીના દિવસે એટલે 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજા થશે. આ વર્ષે ગ્રહણને કારણે દિવાળી અને ગોવર્ધન પૂજા વચ્ચે એક દિવસનો ખાડો છે. 2022 પછી દિવાળી અને સૂર્યગ્રહણનો યોગ 2023માં ત્રીજી નવેમ્બરે બનશે.
ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી અને બધા અન્ય ગ્રહ સૂર્યની ચારે બાજુ ચક્કર લગાવે છે. પૃથ્વી સૂર્યની ચારે બાજુ અને 365 દિવસોમાં એક ચક્કર લગાવે છે, જ્યારે ચંદ્રમાં એક ઉપગ્રહ છે, જે પૃથ્વીની ચારે બાજુ ચક્કર લગાવે છે. પૃથ્વીની ચારે બાજુ એક ચક્કર લગાવતાં ચંદ્રમાને 27 દિવસ લાગે છે. ચંદ્રમાના ચક્કર લગાવતી વખતે ક્યારેક એવી સ્થિતિ બને છે, જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે, ત્યારે સૂર્યનાં કિરણો પૃથ્વી સુદી નથી પહોંચતા, જેને સૂર્યગ્રહણ કહે છે.
અમેરિકી સ્પેસ એજન્સી નાસાની વેબસાઇટ પ્રમાણે 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ યુરોપ, નોર્થ-ઇસ્ટ આફ્રિકા, મિડલ ઈસ્ટ, વેસ્ટ એશિયામાં જોવા મળશે. સૂર્યગ્રહણ પછી આઠ નવેમ્બરે પૂર્ણ ચંદ્રગ્રહણ પણ થશે, જે એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર અને અમેરિકામાં જોવા મળશે. દેશમાં પણ એને જોઈ શકાશે અને તેનું સૂતક પણ લાગશે.