નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દેશમાં ડિજિટલ કન્ટેન્ટને નિયમિત કરવા કાયદો લાવી રહી છે અને આ કાયદો આગામી ત્રણ મહિનામાં લાગુ કરશે. સોશિયલ મિડિયા કંપનીઓએ એક પ્રોપર મેકેનિઝમ હોવું જોઈએ. સોશિયલ મિડિયા ભારતમાં બિઝનેસ કરે, પણ ડબલ સ્ટેન્ડર્ડ નહીં ચાલે. સોશિયલ મિડિયા સામાન્ય ભારતીયને મજબૂત કર્યો છે. એટલા માટે અમે સોશિયલ મિડિયાની પ્રશંસા કરીએ છીએ, એમ કેન્દ્રીય ટેલિકોમપ્રધાન રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું.
સોશિયલ મિડિયા કંપનીઓએ એક ગ્રિવીન્સ મેકેનીઝમ રાખવું પડશે. 15 દિવસોમાં સમસ્યાઓનું સમાધાન કરવાનું રહેશે. સતત જણાવતા રહેવું પડશે કે કેટલી ફરિયાદ આવી છે અને એના પર શું કાર્યવાહી કરવામાં આવી છે.

શું છે ગાઇડલાઇન્સ?
- સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર અધિકારીઓને તહેનાત કરવા પડશે.
- કોઈ પણ વાંધાજનક કન્ટેન્ટને 24 કલાકમાં દૂર કરવું પડશે.
- પ્લેટફોર્મ્સે ભારતમાં નોડલ અધિકારી, રેસિડન્ટ ગ્રિવાન્સ અધિકારીની નિમણૂક કરવી પડશે.
- પ્રતિ મહિને કેટલી ફરિયાદો પર પગલાં લેવાયાં, એની માહિતી આપવી પડશે.
- અફવા ફેલવાનાર પહેલી વ્યક્તિ કોણ છે, એની માહિતી આપવી જરૂરી છે, કેમ કે એ પછી સોશિયલ મિડિયામાં ઝડપથી પ્રસરે છે.
- આ માર્ગદર્શિકા બધા પર લાગુ થશે, પછી એ કોઈ પણ રાજકીય પાર્ટી હોય અથવા પાર્ટીથી જોડાયેલ કોઈ પણ વ્યક્તિ હોય.
- OTT પ્લેટફોર્મ-ડિજિટલ મિડિયાએ પોતાના કામની માહિતી આપવી પડશે. એ માત્ર કન્ટેન્ટ તૈયાર કરે છે. ત્યાર બાદ બધાને સેલ્ફ રેગ્યુલેશનને લાગુ કરવાનું રહેશે. આ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અથવા અન્ય કોઈ વ્યક્તિ એનું નેતૃત્વ કરશે.
- ઇલેક્ટ્રોનિક મિડિયાની જેમ ડિજિટલ પ્લેટફોર્મ પર ભૂલની માફી પ્રસારિત કરવી પડશે.
- સોશિયલ મિડિયામાં ખોટી માહિતી ફેલાવાય છે સોશિયલ મિડિયાનો ઉપયોગ આતંકીઓ કરી રહ્યા છે
- સોશિયલ મિડિયા પર આપત્તિ જનક કન્ટેન્ટની મંજૂરી નહિ
- ત્રણ સ્તરમાં કન્ટેન્ટ પર નજર રાખવામાં આવશે.
- ભારતમાં ૫૩ કરોડ વોટ્સ એપ યુઝર્સ
- હિંસા, ભાષાના આધાર પર બનશે કેટેગરી
- યુ, યુએ-૭, યુએ-૧૩ જેવી શ્રેણીઓ બનાવાશે : કાયદા પ્રધાન રવિશંકર
|