આર્મીના ઇતિહાસમાં સૌ પ્રથમ લેફ્ટેનન્ટ જનરલના પદે પતિ-પત્નિ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર સરકારના મહારાષ્ટ્ર ઇન્ફોર્મેશન સેન્ટરે સત્તાવાર રીતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માધુરી કાનિટકરને એએફએમસીના ડીનથી પ્રમોશન કરીને લેફ્ટેનન્ટ જનરલ બનાવવામાં આવ્યા છે. જે આર્મીના ડોક્ટરોમાં લેફ્ટેનન્ટ જનરલના સર્વોચ્ચ રેન્ક મેળવનાર સૌપ્રથમ પિડિયાટ્રિશિયન છે. તેઓ પ્રાઇમ મિનિસ્ટર્સ સાયન્સ ટેક્નોલોજી ઇન્નોવેશન એડવાઇઝરી કમિટીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ડોક્ટર છે.

તેમના પતિ જયેશ જી કિષ્ણાએ પણ ટ્વીટ કરીને જનરલ માધુરી કાનિટકરને અભિનંદન આપ્યાં હતાં. તેમના પતિ રાજીવ લેફ્ટેનન્ટ જનરલ છે. દેશના ઇતિહાસમાં  આ સૌપ્રથમ વાર છે કે પતિ-પત્ની –બંને આર્મીમાં ફરજ બજાવતાં લેફ્ટેનન્ટ જનરલના પદે પહોંચ્યા હોય.

ભારતીય સેનામાં મહિલા અધિકારોને મામલે હાલમાં જ સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ અજય રસ્તોગીની ખંડપીઠે આર્મીમાં મહિલાને સમાન દરજ્જો આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે સરકારના વલણને નકારી કાઢતાં પુરષ અધિકારીઓને મહિલા અધિકારીઓને એકસમાન દરજ્જો આપવાનો આદેશ આપ્યો હતો.

સર્વોચ્ચ કોર્ટે તમામ મહિલા અધિકારીઓને જે હાલ પરંપરાગત પુરુષો માટે જ પદો માટે અનામત રખાતા હતા એ પદો પર મહિલાઓને પણ સમાન પદો આપવાના નિર્દેશ આપ્યા હતા.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]