નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર, દિલ્હી-NCR સહિત દેશના અન્ય વિસ્તારોમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરની કાશ્મીર ખીણ અને જમ્મુના કેટલાક ભાગમાં ભૂકંપના તેજ આચકા અનુભવાયા હતા. આ ભૂકંપનો આંચકો રિક્ટરર સ્કેલ પર 5.7ની તીવ્રતાનો હતો. જોકે ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનની સરહદે હતું. આ ઉપરાંત આ ભૂકંપ 181 કિલોમીટર ઊંડો હતો., એમ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું.
આ ભૂકંપને ઉત્તર પ્રદેશના નોએડામાં કેટલાક લોકોએ ટ્વીટ કર્યું હતું કે કમસે કમ 20 સેકન્ડ માટે જમીન હલી હતી. આ ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકો પોતાનાં ઘરોની બહાર આવી ગયા હતા. લોકોના જણાવ્યા મુજબ જમીન તેજ હલી ગઈ હતી. જેને કારણે બધા ડરી ગયા હતા. જો આ ભૂકંપમાં જાનમાલના નુકસાનના અહેવાલ નથી. આ પહેલાં 14 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એ વખતે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 હતી.
Earthquake of Magnitude:5.7, Occurred on 05-02-2022, 09:45:59 IST, Lat: 36.340 & Long: 71.05, Depth: 181 Km ,Location: Afghanistan-Tajikistan Border Region, for more information download the BhooKamp App https://t.co/5E23iK2nl2 pic.twitter.com/qQ0w5WSPJr
— National Center for Seismology (@NCS_Earthquake) February 5, 2022
કાશ્મીર પહાડો આચ્છાદિત વિસ્તાર છે. આ ક્ષેત્રમાં મોટો ભૂકંપ આવવાની શક્યતા છે, એવું નિષ્ણાતો કહે છે. આવા લોકોમાં એક ડર હંમેશાં રહે છે.