નવી દિલ્હીઃ મહાત્મા ગાંધીના નિધનના દિવસે એટલે કે 30 જાન્યુઆરીને લઈને કેન્દ્ર સરકારે આદેશ જારી કર્યો છે. આ દિવસને શહીદ દિવસ રૂપે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. બધી રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ માટે નિર્દેશ જારી કરવામાં આવ્યું છે. આમાં દેશની સ્વતંત્રમાં બલિદાન આપનારાઓની યાદમાં બે મિનિટનું મૌન રાખવા માટે કહેવામાં આવ્યું છે અને એ દરમ્યાન કામકાજ અને આવ-જા પર પ્રતિબંધ રહેશે.
સરકાર દ્વારા જે આદેશ જારી થયો છે, એમાં કહેવામાં આવ્યું છે કે 30 જાન્યુઆરીએ પ્રતિ વર્ષ 11 કલાકે બે મિનિટનું મૌન રાખવામાં આવશે. જે જગ્યાએ પર સાયરનની વ્યવસ્થા છે, ત્યાં મૌનની યાદ અપાવવા માટે સાયરન વગાડવામાં આવશે. ક્યાંકક-ક્યાંક એના વિશે આર્મી ગનથી ફાયર કરીને જણાવવામાં આવશે. આ અલર્ટ 10.59એ કરવામનાં આવશે, જે પછી બધાએ બે મિનિટ મૌન રહેવું પડશે.
જે જગ્યાએ સિગ્નલની સુવિધા નહીં હોય, ત્યાં સંદેશ પહોંચાડવામાં આવશે. આ આદેશને સખતાઈથી લાગુ કરવામાં આવશે.
30 જાન્યુઆરી,1948એ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એ દિવસે જ્યારે બાપુ સાંજે પ્રાર્થના માટે જતા હતા, ત્યારે તેમને નાથુરામ ગોડસેએ તેમના પર ત્રણ ગોળીઓ વરસાવી હતી.