અમદાવાદઃ US ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને US સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને અદાણી ગ્રુપના ડિરેક્ટરો પર લગાવેલા લાંચના આરોપોને અદાણી ગ્રુપના પ્રવકતાએ પાયાવિહોણા ગણાવ્યા હતા અને એ આરોપનું ખંડન કર્યું હતું,એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
કંપનીના પ્રવકતાના જણાવ્યા પ્રમાણે US ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે કહ્યું હતું કે જ્યાં સુધી કંપનીના ડિરેક્ટરો પરના આરોપ સાબિત ના થાય, ત્યાં સુધી તેમને નિર્દોષ માનવામાં આવે છે. એના માટે દરેક કાયદાકીય મદદ લેવામાં આવશે. ‘અદાણી ગ્રુપે હંમેશાં કાયદાનું પાલન કરતાં વહીવટનાં બધાં ઉચ્ચ મૂલ્યો, પારદર્શિતા અને નિયામકીય ધારાધોરણો જાળવ્યાં છે. અમે અમારા સ્ટેકહોલ્ડરોને, ભાગીદારો અને કર્મચારીઓને વિશ્વાસ આપીએ છીએ કે અમે એક કાયદાનું પાલન કરનારું જૂથ છે, જે બધા કાયદાનું સંપૂર્ણપણે પાલન કરે છે,’ એમ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું.