મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારના અધ્યક્ષપદેશી રાજીનામું આપ્યાના બે દિવસ પછી NCPનેતા અને કાર્યકર્તાઓ તેમને તેમનો નિર્ણય બદલવાનો આગ્રહ કરી રહ્યા છે. પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામ માટે શરદ પવાર દ્વારા રચેલી 18 સભ્યોની સમિતિની શુક્રવારે બેઠકમાં તેમના રાજીનામાને નામંજૂર કરવામાં આવ્યું હતું. NCPની કોર કમિટીએ પાર્ટીપ્રમુખ પવાર પાસેથી પાર્ટીનું નેતૃત્વ જારી રાખવાની વિનંતી કરતો એક પ્રસ્તાવ પસાર કર્યો હતો.
ગઈ કાલે યશવંતરાવ ચવ્હાણ સેન્ટરની સીડીઓ પર પવારના ટેકેદારોએ આંદોલન કર્યું હતું કે તેમણે સૂત્રોચ્ચાર કર્યો હતો અને પવારને અધ્યક્ષપદ પર રહેવાની માગ કરી હતી. કેટલાક કાર્યકર્તાઓએ તેમના લોહીથી પત્ર લખ્યા હતા. આ બેઠક પહેલાં NCP નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે બેઠકમાં સૌથી પહેલાં પવારના રાજીનામાને નામંજૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેઓ ખુદ પવારના રાજીનામાને નામંજૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કરશે.
NCPની આ મહત્ત્વની બેઠકમાં સૌથી પહેલાં તેમનો ઉત્તરાધિકારી પસંદ કરવા માટે રચાયેલી સમિતિ તેમને પાર્ટીપ્રમુખ પદથે રાજીનામું પરત લેવા માટે વિનંતી કરશે.
આ બેઠક પહેલાં વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે નવા NCP અધ્યક્ષને રેસમાંથી બહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ દાવેદાર નથી અને ના તો જવાબદારી લેવા તૈયાર છે. તેમણે કહ્યું હતું કે હજી પવારના રાજીનામા પર અંતિમ નિર્ણય નથી થયો. આવામાં અધ્યક્ષને લઈને સવાલ જ નથી. સામે પક્ષે પવારે કહ્યું હતું કે હું તમારા સૌની ઇચ્છાને નજરઅંદાજ નહીં કરું અને તમારા મુજબ નિર્ણય લઈશ અને મારા નિર્ણય પછી તમારે આંદોલન નહીં કરવું પડે.